Friday, March 29, 2024
Homeલાલબાગના રાજા પાસે પત્ર લખીને ભકતોની અજીબોગરીબ માગણી
Array

લાલબાગના રાજા પાસે પત્ર લખીને ભકતોની અજીબોગરીબ માગણી

- Advertisement -

ગણપતિ બાપાને વિધ્નહતાર્ તરીકે આેળખવામાં આવે છે, તેથી ભક્તો તેમને પત્ર લખીને પોતાની સમસ્યા જણાવી રહ્યા છે અને તેના ઉકેલ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મુંબઈના પ્રસિÙ લાગબાગના રાજાના શરણે આવા અનેક પત્રો આવ્યા છે. એમાં કોઇ ભકત બિયર બારના લાઇસન્સની માગણી કરી રહ્યાે છે, તો કોઇક લગ્ન માટે છોકરીની માગણી કરી રહ્યાે છે.

અમુકે ગાડી-બંગલાની માગણી કરી છે તો અમુકે પરીક્ષામાં સારા માક્ર્સ મળે તે માટે ગણપતિને આજીજી કરી છે. તે સિવાય એક પોલીસ કોન્સ્ટેબલે પણ માગણી કરી છે કે કા તો તેની બદલી થઇ જાય અથવા તેની ઉપરી અધિકારીની બદલી થઇ જાય. કોઇને બ્લડ પ્રેશર આેછું કરવુ છે, તો કોઇને શુગર, સાંધાનો દુખાવો, હૃદયને લાગતી બીમારીથી મુક્ત થવું છે. આ અંગે લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના જણાવ્યા અનુસાર આવા અનેક વાંચીને અમને હસવું આવે છે, પરંતુ અમુક પત્ર એવા પણ હોય છે જે વાંચીને આંખમાં આસુ આવી જાય. આજના જમાનામાં લોકો એકબીજાને પત્ર લખવાનું ભૂલી ગયા છે ત્યારે લાલબાગના રાજાને લોકો પત્ર લખે છે. બાપ્પા 64 કલાના અધિપતી અને વિદ્યાના દેવતા છે. એટલે જ તેમને સંસ્કૃત સહિત મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ઉદુર્ ભાષાના પત્રો વાચવા પડે છે. એટલું જ નહી, અમુકના પત્ર ચાર લાઇનમાં હોય છે, તો અમુકના પત્ર છ પાનાના હોય છે. ઉપરથી અમુક ભકતો ભગવાન સાથે પણ રીતસરની ડીલ કરે છે જેમ કે તમે મારી ઇચ્છા પૂરી કરશો તો હું તમને બદલામાં આટલો ચઢાવો કરીશે. હવે કોનો પત્ર વાંચીને કોનું કામ પાર પાડવું એ તો બાપ્પાના હાથમાં જ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular