Sunday, September 19, 2021
Homeરાજકોટ : પત્રમાં લખ્યું- દાદા-દાદી વેક્સિન મૂકાવી લો, કોરોના આવે તો અસર...
Array

રાજકોટ : પત્રમાં લખ્યું- દાદા-દાદી વેક્સિન મૂકાવી લો, કોરોના આવે તો અસર નહીં થાય

આપણા સમાજમાં દીકરીને પારકી થાપણ કહેવાય છે, પરંતુ દીકરી પરિવાર, ગામ અને સમાજ માટે સુરક્ષાકવચ બની હોય તેવો દાખલો લોધિકા તાલુકામાં બન્યો છે. લોધિકા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકો, આચર્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સ્કૂલના બાળકો પોતાના માતા-પિતાને વેક્સિનના ફાયદા બતાવતા મૌલિક પત્રો લખે અને લોકોમાં જાગૃતતા આવે તેવું નક્કી કરવામાં આવ્યું. અંતે બાળકોએ પોતાના માતા-પિતા અને દાદા-દાદીને મૌલિક પત્રો લખ્યા અને કહ્યું કે દાદા-દાદી, માતા-પિતા વેક્સિન મૂકાવી લો, ખોટું શું છે? કોરોના આવે તો અસર ઓછી થશે. અંતે લોધિકા 100 ટકા વેક્સિનમાં રાજ્યમાં અવ્વલ નંબરે આવ્યું.

રસીકરણ મામલે લોધિકા તાલુકો સમગ્ર રાજ્યમાં સો ટકા સાથે પ્રથમ

માતા-પિતાને દિકરા-દીકરી મૂડી સમાન હોય છે. પરંતુ મૂડી કરતા તેનું વ્યાજ એટલે કે પૌત્ર-પૌત્રી સૌથી વ્હાલા હોય છે. હાલ કોરોના મહામારી દેશની અમૂલ્ય મૂડી લૂંટવા ત્રાટક્યો છે. જેની સામે હાથવગું હથિયાર એટલે વેક્સિનેશન છે. સરકાર આ રસી 45 વર્ષથી વધુની વયના વ્યક્તિઓને નિ:શુલ્ક અને ખાનગી હોસ્પિટલમાં નજીવા ભાવે પુરી પાડી રહી છે. આમ છતાં કેટલાક કાલ્પનિક ભય અને સાંભળેલી વાતોને કારણે ઘણા લોકો રસી લેવાનું ટાળી રહ્યાં છે. ત્યારે દેશની આવી મૂડી-ધન લૂંટાતું રોકવા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં નવો અને સફળ પ્રયોગ કરાયો હતો. જેમાં તેમનું વ્યાજ એટલે કે પૌત્રો-પૌત્રીઓ દ્વારા દાદા-દાદીઓને રસી લેવા વિનંતીભર્યો મૌલિક પત્ર લખાવ્યો. જેમાં બાળકોએ ‘પ્લીઝ દાદા-દાદી તમે રસી મુકાવી લો’ એવી વ્હાલભરી વિનંતી ચિંતા સાથે કરી. જેનું પરિણામ સો ટકા આવ્યું અને રસીકરણ મામલે લોધિકા તાલુકો સમગ્ર રાજ્યમાં સો ટકા સાથે પ્રથમ બની ગયો છે.

બાળકોએ વેક્સિનેશનના ફાયદા બતાવતા પત્રો લખ્યા

લોધિકાના રાવકી, ખીરસરા, મેટોડા, હરીપર પાળ, છાપરા વગેરે ગામના શ્રમિકોને કોરોનાથી બચાવવાના વિચારમાં નવો જ વિચાર સ્ફૂર્યો. સ્કૂલના બાળકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ છે ત્યારે અશિક્ષિત- અલ્પશિક્ષિત માતા-પિતા, દાદા-દાદીને તેમના બાળકો વેક્સિનના ફાયદા સમજાવે અને કેટલીક ગેરમાન્યતા દૂર કરી માહિતગાર કરે તો વેક્સિનેશનનું પ્રમાણ વધે. આ વિચારે સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વચ્ચે મીટીંગ યોજાઈ. જેમાં બાળકો વેક્સિનેશનના ફાયદા બતાવતો પત્ર લખે અને આ કામમાં પ્રેરિત કરવા બદલ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવે તેવું નક્કી કરાયું.

પરિવારની સુરક્ષા માટે દીકરીઓ સુરક્ષાકવચ બની.

પરિવારની સુરક્ષા માટે દીકરીઓ સુરક્ષાકવચ બની.

એક વિચારે સમાજની વિચારધારા બદલી નાખી

આ વિચાર અદ્ભુત કામ કરી ગયો. સર્વે મુજબ 45થી 59 વર્ષના 4191માંથી તમામ 4191 લોકો એટલે કે 100 ટકા લોકોએ રસી લીધી તેમજ 60 વર્ષથી ઉપરની વયના 5170માંથી 5169 એટલે કે 99.99 ટકા લોકોએ રસી લીધી. આમ લોધિકા તાલુકો સમગ્ર ગુજરાતમાં રસીકરણ મામલે પ્રથમ નંબર પર છે. આ પત્ર લેખનમાં ભાગ લેનાર પ્રાથમિક શાળાના બાળકો બાળ વયથી કોરોના વોરિયર્સ બની ગયા છે.

દીકરીઓએ લખેલા પત્રોનો ચમત્કાર થયો અને લોધિકા 100 ટકા વેક્સિનેશન સાથે રાજ્યમાં પ્રથમ.

દીકરીઓએ લખેલા પત્રોનો ચમત્કાર થયો અને લોધિકા 100 ટકા વેક્સિનેશન સાથે રાજ્યમાં પ્રથમ.

બધાનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે રસીનો આગ્રહ છે

ખીરસરાની સાગઠીયા ઉર્વશીએ તેમના મમ્મી-પપ્પાને સંબોધીને પત્ર લખ્યો. જેમાં લખ્યું છે કે ‘આજે મારે તમને ખાસ વિનંતી કરવી છે. મારી વાત માનશો ને ? આપણી સરકાર બધાનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે રસી મૂકવા આગ્રહ કરે છે. તો આપણા દાદા-દાદીને કહો કે તમે પણ રસી મૂકાવી લો. રસી મૂક્યા પછી કોરોના થાય તો તેની અસર ઓછી થઈ શકે છે. તો તમે પ્લીઝ દાદા-દાદીને કહો કે રસી મૂકાવી લે’.

દીકરીઓને શાળા તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું.

દીકરીઓને શાળા તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું.

રસી ફરજીયાત લેવી જોઈએ, જેથી વધુ મુશ્કેલી ન પડે

ખીરસરા ગામની રાશ્વા સ્નેહલે પત્રમાં લખ્યું છે કે ‘મમ્મી-પપ્પા, વેક્સિનેશન ફરજીયાત લઈ લેવી જોઈએ. જેનાથી આપણને કોરોના થાય તો વધારે મુશ્કેલી ન પડે. આ વાયરસ ખતરનાક છે. જો કોઈને થાય તો તેણે તરત જ હોસ્પિટલ જઈ ચેક કરાવવું જોઈએ.’

મમ્મી, રસી મૂકાવવામાં વાંધો શું છે ? તે કંઈ ખોટું નથી

ખીરસરાની ઉર્વશી ખીમસુરીયાએ લખ્યું કે મમ્મી, રસી મુકાવવામાં વાંધો શું છે ? તે કંઈ ખોટું નથી. આપણા દાદા-દાદી રસી મુકાવે તો કદાચ કોરોના વાયરસ થાય તો વધુ નુકસાન નહીં થાય. દાદા-દાદી રસી મુકાવશે તો તેમને કંઈ નહીં થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments