WTC ફાઇનલ : 149 રન પર ભારતની 4થી વિકેટ પડી, કેપ્ટન કોહલી 44 રન બનાવીને આઉટ

0
2

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાને 140+ રન બનાવ્યા છે. રિષભ પંત અને અજિંક્ય રહાણે બેટિંગ કરી રહ્યા છે. વેટ આઉટ ફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આજે પણ સાઉથહેમ્પટનમાં 2-3 વાર વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

DAY-3: સેશન ટાઇમિંગ્સ (IST)
સેશન સ્ટાર્ટ એન્ડ
1 3:30 PM 5:30 PM
2 6:10 PM 8:15 PM
3 8:45 PM 11:00 PM

(નોટઃ આ ટેબલ BCCIએ બહાર પાડ્યું છે, વરસાદ-બેડ લાઇટ્સના કારણે આમાં ફેરફાર થઈ શકે છે. આ ભારતીય ટાઇમ ઝોનનું ટેબલ છે.)

વિરાટ કોહલીએ 18 મહિનાથી સદી નોંધાવી નથી, આજે અર્ધસદી પણ ચૂક્યો
કાઇલ જેમિસને કેપ્ટન કોહલીને LBW કર્યો. વિરાટ કોહલી ગુડ લેન્થની બોલ ચૂકી ગયો હતો અને સ્વિંગથી અચંબિત થતા પેડ પર બોલ વાગ્યો હતો. ભારતે પોતાનો એક રિવ્યૂ ગુમાવ્યો. કોહલી અને રહાણે વચ્ચે 61 રનની પાર્ટનરશિપ નોંધાઈ. વિરાટે છેલ્લા 18 મહિનાથી સદી નોંધાવી નથી. આની સાથે કેપ્ટન તરીકે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડશે. આની પહેલા વિરાટે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારથી અત્યારસુધી એણે 39 આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 17 T-20, 15 વન-ડે અને 7 ટેસ્ટ રમી છે.

કોહલી-રહાણેએ ટીમને સંભાળી
સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસે શનિવારે ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા છે.

ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત આપી હતી. રોહિતે 34 રન અને ગિલે 28 રનની ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પુજારા 8 રન બનાવીને આઉટ થયો હતો. કીવી ટીમનાં ટ્રેંટ બોલ્ટ, કાઇલ જેમિસન અને નીલ વેગ્નરે 1-1 વિકેટ ઝડપી.

સૌથી વધુ સદીનો રેકોર્ડ કોહલીને નામ થઇ શકશે
વિરાટ કોહલી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચમાં સદી નોંધવાના રેકોર્ડની યાદીમાં રિકી પોંન્ટિંગની બરાબરી કરશે. વિરાટે 201 અને પોન્ટિંગે 324 ઈન્ટરનેશનલ મેચમાં 41-41 સદી મારી છે. આ ત્રણેય ફોર્મેટની મેચ છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 62.56ની એવરેજથી 12,387 રન બનાવ્યા છે. જ્યારે પોન્ટિંગે 45.54ની એવરેજથી 15,440 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here