Sunday, November 28, 2021
HomeXiaomiની નવી ભેટ, માત્ર 12,999 રૂપિયામાં લાવ્યું 32 ઇંચનું Smart TV
Array

Xiaomiની નવી ભેટ, માત્ર 12,999 રૂપિયામાં લાવ્યું 32 ઇંચનું Smart TV

Xiaomiએ ભારતમાં Redmi Note 7 અને Redmi Note 7 Pro લૉન્ચ કરી દીધાં છે. આ બંને સ્માર્ટફોન્સ સાથે જ કંપનીએ નવા Mi Tvને પણ લૉન્ચ કર્યુ છે. આ મોડેલ Mi LED TV 4A Pro 32 ઇંચ છે. કંપનીએ તેની કિંમત ભારતમાં 12,999 રૂપિયા રાખી છે. આ વર્ષે આ કંપની તરફથી ભારતમાં ત્રીજુ Mi Tv છે.

જાન્યુઆરીમાં કંપનીએ 55 ઇંચનું Mi Tv 4X Pro અને 43 ઇંચ Mi Tv 4 Pro લૉન્ચ કર્યુ હતું. નવા Xiaomi Mi LED Tv 4A Pro 32 ઇંચમાં 178 ડિગ્રી વ્યુઇંગ એન્ગલ સાથે એચડી ચેડી 60Hz ડિસ્પ્લે અને 20Wનું સ્પીકર આપવામાં આવ્યું છે.

બીજા Mi ટીવી મૉડલની જેમ જ નવી Mi LED TV 4A Pro 32 ઇંચમાં પણ પેચવૉલ અને એન્ડ્રોઇડ ટીવીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. નવા Mi TVમાં 7 લાખથી વધુ કન્ટેન્ટ, ઇનબિલ્ટ ક્રોમબુક અને ગૂગલ આસિસ્ટન્ટ અને યુટ્યુબનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

આ ટીવીમાં 1જીબી રેમ, 8 જીબી સ્ટોરેજ, 7th જનરેશન ઇમેજીન એન્જિન અને Mali 450 Mp3 GPU સાથે 64Bit ક્વોડ કોર Amlogic Cortex A53 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તમે આ ટીવીમાં બ્લુટુથ પાવર્ડ Mi રિમોટ દ્વારા ગૂગલ આસિસ્ટન્ટ માટે વૉઇસ કમાન્ડ અને Wi-Fi 802.11 b/g/nનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments