Tuesday, September 21, 2021
HomeXiaomi લાવશે સૌથી સસ્તો ફોલ્ડેબલ ફોન, જૂન પહેલા થઇ શકે છે લોન્ચ
Array

Xiaomi લાવશે સૌથી સસ્તો ફોલ્ડેબલ ફોન, જૂન પહેલા થઇ શકે છે લોન્ચ

માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં હરીફાઇ ખૂબ વધી ગઇ છે. દુનિયાભરની તમામ કંપનીઓ પોતાના ડિવાઇસેઝને બાકી ડિવાઇસેઝની સરખામણીમાં અલગ બનાવવા માટે સતત રિસર્ચ અને ડેવલેપમેન્ટની પ્રક્રિયામાં લાગેલી રહે છે. આ કારણ છે કે આ વર્ષની શરૂઆતમાં Samsung એ Galaxy Fold અને Huawei એ Mate X ના રૂપમાં પોતાના સારા ફોલ્ડેબલ ફોન્સને દુનિયાની સામે લોન્ચ કર્યો.

જો કે આ બંને ફોનના ડિવાઇઝમાં ખૂબ અંતર છે, પરંતુ આ બંનેમાં જે એક ચીજ કોમન છે એ એવી છે કે એ બંનેની મોંઘી કિંમત. આ બંને કંપનીઓને ટક્કર આપવા માટે ચીનની સ્માર્ટફોન બનાવનારી Xiaomi પણ પોતાનો ફોલ્ડેબલ ફોન લાવવાની તૈયારી કરી રહી છે.

દુનિયાભરમાં શાઓમીને ઓછી કિંમતમાં સારા ફીચર વાળા સ્માર્ટફોન બનાવવા માટે ઓળખાય છે. આ ટ્રેન્ડને યથાવત રાખવા શાઓમી પોતાના ફોલ્ડેબલ ફોન્સની સરખામણીમાં ઓછી કિંમતમાં લૉન્ચ કરશે.

 

નોંધનીય છે કે સેમસંગ ગેલેક્સી ફોલ્ડને 1980 ડૉલર (આશરે 1,36,000 રૂપિયા) અને હુવાવે મેટ એક્સને 2600 ડૉલર (આશરે 1,80,000 રૂપિયા) ની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. કિંમતના મામલે આ બંને ફોનને શાઓમી પોતાના ફોલ્ડેબલ ફોન Mi Flex/Fold સાથે સીધી ટક્કર આપવાની છે.

તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાઓમી પોતાના આ ફોલ્ડેબલ ફોનને 999 ડૉલર (69000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવશે. ફોનને લૉન્ચની વાત કરીએ તો શાઓમી એને એપ્રિલથી જૂનની વચ્ચે ચીનમાં લૉન્ચ કરી શકે છે. ચીનમાં ફોનનું વેંચાણ શરૂ થવાના થોડાક દિવસ બાદ એને ગ્લોબલી લૉન્ચ કરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments