Friday, April 19, 2024
Homeન્યૂ લોન્ચ : શાઓમીએ 32 હજાર રૂપિયામાં ઇલેક્ટ્રિક બાઇક Himo T1 લોન્ચ...
Array

ન્યૂ લોન્ચ : શાઓમીએ 32 હજાર રૂપિયામાં ઇલેક્ટ્રિક બાઇક Himo T1 લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 120 કિમી ચાલશે

- Advertisement -

દિલ્હી. વિશ્વભરમાં સ્માર્ટફોન્સ અને ઇલેક્ટ્રિક ડિવાઇસિસ બનાવવા માટે ફેમસ કંપની શાઓમીએ તેની લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવું ઇલેક્ટ્રિક મોપેડ સામેલ કર્યું છે. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ મોપેડની પ્રારંભિક કિંમત ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે 32,000 રૂપિયા છે.

નવી શાઓમી Himo T1 ઇલેક્ટ્રિક બાઇક સાઇઝમાં ખૂબ જ નાની છે. પરંતુ તેની ડ્રાઇવિંગ રેન્જ સારી એવી છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક સિંગલ ચાર્જમાં 120 કિમી સુધીનું અંતર કાપશે. આ મોપેડમાં કંપનીએ 350Wની ઇલેક્ટ્રિક મેગ્નેટ મોટરનો પ્રયોગ કર્યો છે, જે હાઇ એન્ડ પર્ફોર્મન્સ આપે છે. આ ઉપરાંત, તેમાં 90mm પહોળા અને 8mm મોટા ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બાઇકના ફ્રંટમાં હાઇડ્રહોલિક ડિસ્ક બ્રેક અને રિરમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોપેડની હેડલાઇટ પણ શાનદાર આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે,આ હેડલાઇટ 18,000cdની બ્રાઇટનેસ પ્રદાન કરે છે. આ ઉપરાંત, આ લાઇટની રેન્જ પણ સારી છે. હાઈ બીમ પર આ 15 મીટરની રેન્જ આપે છે અને લો બીમ પર 5 મીટરની લાઇટિંગ રેન્જ આપે છે.

આ મોપેડમાં કંપનીએ 48Cના 14Ahની બેટરી નાખવામાં આવી છે, જે આશરે 60 કિમી સુધીની રેન્જ આપે છે. આ ઉપરાંત, આ મોપેડ 28Ah બેટરી પેક સાથે પણ અવેલેબલ છે, જે 120 કિમી સુધીની રેન્જ આપે છે. અત્યારે કંપનીએ આ મોપેડને ચાઇનીઝ માર્કેટમાં જ લોન્ચ કર્યું છે અને તેની ડિલિવરી કંપની 4 જૂનથી શરૂ કરશે.

શાઓમીએ Himo T1ના ફ્રંટમાં કંપનીએ ફોર્ક સસ્પેન્શન અને રિઅરમાં કોઇલઓવર સસ્પેન્શનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, તેમાંહ ઇડ્રોલિંક ડિસ્ક બ્રેક્સ પણ આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક બિકની મેક્સિમમ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે. ટૂંક સમયમાં આ બાઇક ઇન્ડિયન માર્કેટમાં પણ રજૂ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular