શાઓમીએ 30,000mAhની કેપેસિટીની ‘Mi Boost Pro’ પાવર બેંક લોન્ચ કરી

0
7

શાઓમીએ તેની મોસ્ટ પાવરફુલ પાવર બેંક ભારતમાં લોન્ચ કરી છે. ‘Mi Boost Pro’નામની પાવરબેંકમાં 30,000mAhની બેટરી છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સિવાય PD (પાવર ડિલિવરી) 3.0 ફીચર છે. આ સિવાય શોર્ટ સર્કિટ સામે રક્ષણ માટે તેમાં 16 લેયરનું સર્કિટ પ્રોટેક્શન છે. શાઓમીનું કહેવું છે કે, PD 3.0ની મદદથી આ પાવર બેંક 24 વૉટનાં ચાર્જિંગથી 7.5 કલાકમાં ફુલ થઈ જશે. આ પાવર બેંકમાં લિથિયમ પોલિમર બેટરી મળે છે.

કિંમત…

Mi Boost Pro પાવર બેંકનું વેચાણ ક્રાઉડફંડિગથી કરવામાં આવી રહ્યું છે. હાલ આ પાવરબેંકની ખરીદી 2999 રૂપિયામાં કરી શકાશે, પરંતુ થોડા ટાઈમ પછી તેની કિંમત 3499 રૂપિયા થઈ જશે. તેનું સિંગલ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબેલ છે.

Mi Boost Proનાં ફીચર્સ…

જો તમારી પાસે 5000mAhની બેટરીનો મોબાઈલ હોય તો તમે આ પાવરબેંકથી તેને 5થી 6 વખત ચાર્જ કરી શકો છો.

તમારા ઘરે ઈલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય તો આ પાવરબેંક તમારા કામની છે. પાવરબેંકની મદદથી ટોર્ચ, LED લાઈટ, બૂફર સહિતની પ્રોડક્ટ ચાર્જ કરી શકાય છે.

Mi Boost Pro પાવર બેંકમાં 3 પોર્ટ મળે છે. 3 પોર્ટ હોવાથી હાઈ સ્પીડ સાથે તેમાં એક સાથે 3 ડિવાઈસ ચાર્જ કરી શકાય છે. ટાઈપ સી પોર્ટ સિવાય તેમાં માઈક્રો USB પોર્ટ પણ મળે છે.

પાવર બેંકની અંદર સ્માર્ટ ચિપ ઈન બિલ્ટ છે, જે નાના ગેજેટને ચાર્જ કરવા માટે સ્માર્ટ પાવર મેનેજમેન્ટ ફીચર્સથી ડિવાઈસ પ્રમાણે, ઓટોમેટિક ચાર્જિંગ મેથડથી મેચ કરે છે. પાવર બટનને 2 વાર ક્લિક કરવા પર પાવર બેંક 2 કલાક માટે પાવર મોડમાં જતી રહેશે. આ મોડમાં વાયરલેસ ઈયરફોન, USB ટોર્ચ, સ્માર્ટ બ્રેસલેટ સહિતના લૉ વોટ ડિવાઈસ ચાર્જ કરી શકાશે.

આ પાવર બેંકમાં LED સ્ક્રીન છે. ડિસ્પ્લે પર જોઈ શકાશે તે પાવર બેંક કેટલી ચાર્જ્ડ છે.

ભારતમાં 30,000mAhની બેટરીવાળી પાવર બેંક અને તેની કિંમત

નામ કિંમત (રૂપિયામાં)
1. AUKEY પાવર બેંક 5,955
2. Pomics પાવર બેંક 999
3. Anker પાવર બેંક 3,029

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here