ભાવવધારો : યામાહાની YZF-R15 V3.0 બાઇક મોંઘી થઈ, કિંમતમાં 500 રૂપિયાથી 1 હજાર રૂપિયાનો વધારો નોંધાયો

0
0

દિલ્હી. યામાહાની સ્પોર્ટ્સ બાઇક YZF-R15 V3.0 મોંઘી થઈ ગઈ છે. કંપનીએ આ બાઇકની કિંમતમાં 500 રૂપિયાથી 1 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નવી કિંમત કંપનીની વેબસાઇટ પર અપડેટ કરી દેવામાં આવી છે. Yamaha YZF-R15 V3.0 બાઇકના ત્રણેય કલર વેરિઅન્ટની કિંમત વધારી દેવામાં આવી છે.

Yamaha YZF-R15 V3.0ના થંડર ગ્રે કલર ઓપ્શનની કિંમત અગાઉ 1,45,300 રૂપિયા હતી, જે હવે 1,45,800 રૂપિયા થઈ ગઈ છે. તેની કિંમત 500 રૂપિયા વધી ગઈ છે. 1,47,300 રૂપિયામાં મળતું ડાર્ક નાઇટ કલર વેરિઅન્ટ હવે 1,47,900 રૂપિયામાં મળશે. આ વેરિઅન્ટની કિંમતમાં 600 રૂપિયાનો ધારોકરવામાં આવ્યો છે.

પોપ્યુલર કલર વેરિઅન્ટની કિંમત સૌથી વધારે વધી

યામાહા YZF-R15 V3.0ના મોસ્ટ પોપ્યુલર રેસિંગ બ્લુ કલર વેરિઅન્ટની કિંમત 1 હજાર રૂપિયા વધી છે. અગાઉ આ આ વેરિઅન્ટની કિંમત 1,45,900 રૂપિયા હતી, જે હવે 1,46,900 રૂપિયા થઈ ગઈ છે.

એન્જિન ડિટેલ્સ

યામાહાની આ સ્પોર્ટ્સ બાઇકમાં 155cc, સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. ફ્યલ ઇન્જેક્શન સિસ્ટમવાળું આ એન્જિન 19hp પાવર અને 14Nm ટોર્ક જનરેટ કરે છે.

ફીચર્સ

યામાહા YZF-R15 V3.0ના ટોપ વેરિઅન્ટમાં LED હેડલેમ્પ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB ચાર્જર અને સ્લિપર ક્લચ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે આ બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here