દિલ્હી હિંસા બાદ યમરાજ પણ રાજીનામું આપી દેશે : શિવસેના

0
10

નવી દિલ્હી

શિવસેનાએ પોતાના મુખપત્રમાં સામનામાં દિલ્હી હિંસા અંગે કડક શબ્દોમાં લખ્યું છે કે, આવી બર્બરતાના સાક્ષી બન્યા બાદ યમરાજ પણ રાજીનામું આપી દીશે.

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, દિલ્હી હિંસાના દ્રશ્યો હ્રદયદ્રાવક છે. મોતનું અમાનવીય તાંડવ જોઈને યમરાજ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. હિન્દુ અને મુસ્લિમોના બાળકો અનાથ થઈ ગયા છે. આપણે અનાથોની નવી દુનિયા ઉભી કરી રહ્યા છે. મુદ્દસર ખાનના દિકરાની તસવીર સમગ્ર દુનિયાના સમાચારપત્રોમાં છપાઈ છે.

 

સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે, પિતાના મૃતદેહની સામે ઉભેલા દિકરાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તે લોકો કોણ હતા જેમણે 50 લોકોના જીવ લઈ લીધા? 50તો માત્ર એક આંકડો છે હકીકતમાં તે 100 સુધી પણ જઈ શકે છે અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાળકોએ તેમના પરિવારના લોકોને ગુમાવ્યા છે તેમની તસવીર જોઈને હજુ પણ લોકો હિન્દુ મુસ્લિમમાં માને છે તો પછી આ માનવતાનું મૃત્યુ છે.

શિવસેનાએ વધુમાં જણાવ્યું કે, દુનિયા હિન્દુત્વ, ધર્મનિરપેક્ષતા, હિન્દુ-મુસ્લિમ અને ખ્રીસ્તી-મુસ્લિમની ચરમ સીમાએ પહોંચી ગઈ છે. કોઈપણ ભગવાનને માણસની મદદની જરૂર નથી. એટલું જ નહીં આવા સંકટના સમયે સરકાર પણ પોતાના દરવાજા બંધ કરી દે છે. થોમસ એડિસન કોઈપણ ધર્મમાં વિશ્વાસ કરતા નહતા. પરંતુ આજે વિજ્ઞાન અને તેમની શોધને કારણે પ્રકાશ આજે આપણા તમામના ઘરમાં પહોંચે છે. ધર્મથી વધારે વીજળી મહત્વપૂર્ણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here