વૈષ્ણોદેવીની યાત્રા:આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, પાંચ મહિના બાદ વૈષ્ણોદેવી મંદિરનાં દ્વાર ફરી ખૂલ્યાં

0
0

( રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ )

તા 16/8/2020 :  પાંચ મહિના પછી વૈષ્ણોવ દેવી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી યાત્રિ દર્શન માટે જઈ રહ્યા છે. હાલ ભીડ ઘણી ઓછી છે, સ્થાનિક લોકો જ દર્શન માટે જઈ રહ્યા છે. ખાસ કરીને એવા ભક્તો જે દર્શન માટે મહિના- બે મહિનામાં આવતા રહે છે. હાલ સવારે 8 વાગ્યા સુધી લગભગ 20થી 22 ભક્ત દર્શન માટે જઈ ચુક્યા છે. કોરોનાના કારણે આ વખત યાત્રામાં ખાસ પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે. યાત્રા પર જતા યાત્રિઓનું તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. સેનેટાઈઝરથી તેમને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારપછી જ તેમને આગળ જવા દેવાશે.

 

કોરોના વાઈરસનું તબીબી પરીક્ષણ કરાવ્યું નહીં હોય એવી એક પણ વ્યક્તિને કટરામાં પ્રવેશ આપવામાં નહીં આવે. દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ અને તે પણ લેટેસ્ટ હોવો જોઈએ. જૂનો રિપોર્ટ નહીં ચાલે અને એવી વ્યક્તિને ક્વોરન્ટાઈન પણ કરવામાં આવી શકે.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા પાંચ મહિનાથી સ્થગિત કરી દેવાયેલી વૈષ્ણોદેવી મંદિર યાત્રા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના રાયસી જિલ્લાની ત્રિકુટા પર્વતમાળામાં આવેલા પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ગુફા મંદિરની યાત્રામાં સામેલ થવા માટે પ્રશાસને અત્યંત કડક નિયમો લાગુ કર્યા છે.

આજે પહેલા દિવસથી લઈને સાત દિવસ સુધી દરરોજ માત્ર 2000 શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા જવા દેવામાં આવશે. આમાંના 1,900 જમ જમ્મુ-કશ્મીરના જ હોવા જોઈએ અને બાકીના 100 જણ જ બહારના (અન્ય રાજ્યોના) હોવા જોઈએ.

મંદિરના 8 પૂજારી અને મંદિર શ્રાઈન બોર્ડના 11 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યા બાદ પ્રશાસને શ્રદ્ધાળુઓ માટેના નિયમોનો કડક રીતે અમલ કરવાનું નક્કી કર્યું છે.

ગઈ 8 માર્ચથી બંધ કરી દેવાયેલી આ યાત્રાને હવે બેટરીથી ચાલતા વાહનો, યાત્રી રોપ-વે અને હેલિકોપ્ટર સેવાના માધ્યમથી ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓએ એમનું નામ ઓનલાઈન માધ્યમથી રજિસ્ટર કરાવવું પડશે. જમ્મુ અને કશ્મીરના રેડ ઝોન જિલ્લાઓ તથા અન્ય ક્ષેત્રોના લોકોએ એમની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રાખવો ફરજિયાત રહેશે.

બહારથી આવનારા ભક્તો માટે શુ કરવું જરૂરી

  • કોરોના ટેસ્ટ કરાવીને આવે અને રિપોર્ટ સાથે લાવવો જરૂરી, જો કે, એક રેપિડ ટેસ્ટ અહીંયા પણ કરાશે.
  • મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવાની
  • ફેસ માસ્ક અથવા કવર લઈને આવવું જરૂરી
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન
  • હોટલનું બુકિંગ પણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે, તમે પહેલાથી જ કરાવી શકો છો
  • કટરા સુધી ટ્રેન હાલ નથી જઈ રહી, એટલા માટે તમારે જમ્મુથી ટેક્સી દ્વારા કટરા જવું પડશે. જમ્મુમાં ટેક્સી મળી રહી છે
  • સાથે છત્રી પણ લાવવી પડશે, જેથી વરસાદથી બચી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here