યેદિયુરપ્પાએ સીએમ પદના શપથગ્રહણ કર્યા બાદ હજી રાજ્યમાં નવા સમીકરણ રચવાના એંધાણ

0
5

કર્ણાટકમાં સત્તા પલટો થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ સીએમ પદના શપથગ્રહણ કર્યા. ત્યારે રાજ્યમાં હજી નવા સમીકરણ રચવાના એંધાણ છે. જેડીએસના ધારાસભ્ય જીટી દેવગૌડાએ પૂર્વ સીએમ કુમારસ્વામી સાથે મુલાકાત કરી. ભારત સરકારનું સમર્થન કરવાની માગ કરી.

તેમણે જણાવ્યુ કે, જેડીએસ ભાજપને બહારથી ટેકો કરી શકે છે. જોકે, આ મામલે કુમારસ્વામી અંતિમ નિર્ણય લઈ શકે છે. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર હતી. જોકે, બળવાખોર ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામી સરાકર પર સંકટના વાદળ છવાયા.

કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવ્યો અને ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો અને બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના ફરીવાર સીએમ બન્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here