યેદિયુરપ્પા થોડીવારમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેશે, મલ્લેશ્વરા મંદિરમાં પૂજ કરી

0
41

બેંગલુરુ: યેદિયુરપ્પા આજે સાંજે છ વાગ્યે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપથ લેશે. શપથ લેતા પહેલા તેઓ બેંગલુરુ સ્થિતિ ભાજપની કાર્યાલયે ગયા હતા, ત્યાથી તેઓ કડુ મલ્લેશ્વર મંદિરે ગયા હતા. કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડી ગયા પછી હવે નવી સરકાર બનાવવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના બીએસ યેદિયુરપ્પા આજે 10 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતમાં યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા હતો. મુલાકાત પછી યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે, તેઓ આજે સાંજે 6 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધી વિધાનસભામાં બહુમતી સાબીત કરવી પડશે.

રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો છે અને જણાવ્યું છે કે, તેમને વિધાયક દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. શપથ ગ્રહણમાં સામેલ થવા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી બળવાખોર ધારાસભ્યો વિશે સ્પીકર રમેશ કુમારના નિર્ણયની રાહ જોશે. પરંતુ હવે શુક્રવારે સવારે અચાનક જ સરકાર બનાવવાની હલચલ વધી ગઈ છે.

નોંધનીય છે કે, 24 જુલાઈએ કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી શકી નહતી. કોંગ્રેસ-જેડીએને માત્ર 99 અને ભાજપને 105 વોટ મળ્યા હતા. આ સંજોગોમાં બીએસ યેદિયુરપ્પાના મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

યેદિયુરપ્પા માટે મંત્રીમંડળનું ગઠન કરવું પડકાર સમાન

ભાજપના નેતા જગદીશ શેટ્ટાર અને અરવિંદ લિમ્બાવલી સહિત સીનિયર નેતા ગુરુવારે અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સરકાર બનાવવા વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી બનનાર બીએસ યેદિયુરપ્પા માટે કેબિનેટ મંડળ બનાવવું સૌથી મોટો પડકાર છે. રિપોર્ટ્સ પ્રમાણે 15 બળવાખોરો સહિત 56 એવા ધારાસભ્યો છે જેમણે 3 અથવા તેથી વધુ ચૂંટણી જીતી છે. આ દરેક લોકોને આશા છે કે, નવી સરકારમાં તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામા આવશે, અથવા પાર્ટીમાં કોઈ મોટી ભૂમિકા આપવામાં આવશે. પરંતુ કર્ણાટકમાં મુખ્યમંત્રી સહિત માત્ર 34 પદ આવેલા છે. માનવામાં આવે છે કે, યેદિયુરપ્પા બળવાખોરો સહિત અમુક સીનિયર લોકોને પણ નારાજ કરી શકે એમ નથી.

ત્રણ બળવાખોર અયોગ્ય જાહેર કરાયા
બળવાખોર ધારાસભ્યોની વાત કરીએ તો સ્પીકરે ગુરુવારે સાંજે ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. સ્પીકરે આ 3 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર કાર્યકાળ સુધી અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યો હાલના વિધાનસભા કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી એટલે કે 2023 સુધી અયોગ્ય રહેશે. અયોગ્ય જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લી સિવાય એક અપક્ષના ધારાસભ્ય આર શંકર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here