વિકાસ દુબે એન્કાઉન્ટર : અખિલેશ યાદવનો કટાક્ષ – ‘યે કાર નહીં પલટી હૈ, રાજ ખુલને સે સરકાર પલટને સે બચાઇ ગઇ હૈ…’

0
20

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સપા નેતા અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, CM યોગી પર સાધ્યું નિશાન

8 પોલીસ જવાનોની હત્યા કરનાર કુખ્યાત મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેને લઇને જતા કાફલાને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તકનો લાભ લઈ ભાગવનો પ્રયાસ કરતાં જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. પોલીસે પણ અધિકૃત રીતે વિકાસ દુબે ઠાર મરાયો હોવાની પુષ્ટિ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, ગાડી પલટી ખાધા બાદ ઘાયલ એસટીએફના પોલીસકર્મીઓ પિસ્તોલ છીનવી વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સાથે ચાલી રહેલા વાહનમાંથી પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરીછે.

તો બીજી તરફ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના મોત બાદ વિપક્ષની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે કાર પલટી નહીં, રાજ ખુલવાથી સરકાર પલટતા બચાવી લેવાઇ છે.

કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.

વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here