17 ઓક્ટોબરે શો બંધ થશે : ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ શો ઓફ એર થવાથી દુઃખી ફેને હાથની નસ કાપી, એક્ટ્રેસ સોનાલી કૌરે ફેન્સને આવું ન કરવાની અપીલ કરી

0
14

રાજન શાહીનો શો ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ 17 ઓક્ટોબરથી ઓફ એર કરવામાં આવી રહ્યો છે. આ શોની લીડ કાસ્ટ શહીર શેખ અને રિયા શર્માને ઓડિયન્સનો ઘણો પ્રેમ મળ્યો. છેલ્લા એક વર્ષથી ચાલતા આ શોના બંધ થવાના સમાચારથી ફેન્સ ઘણા ઉદાસ છે. એક ફેનને તો શો બંધ થવાનું એટલું દુઃખ થયું કે તેણે હાથની નસ કાપી લીધી. આ જોઈને હવે એક્ટ્રેસ સોનિયા કૌરે ફેન્સને આવું ન કરવાની અપીલ કરી છે.

‘યે રિશ્તે હૈં પ્યાર કે’ શો પૂરો થવાના ન્યૂઝ આવ્યા બાદ નસ કટ કરનારી છોકરીની બહેન કનિષ્કા સેઠીએ સોનિયા કૌર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેની બહેને આવું કર્યું. એક્ટ્રેસે તેની વાતચીતનો સ્ક્રીનશોટ ઇન્સ્ટા પર શેર કરીને ફેન્સને અપીલ કરી છે. તેણે લખ્યું, ‘યે રિશ્તે હૈં પ્યાર કે ફેન્સને મારી વિનંતી છે. હું જાણું છું કે તમે લોકો અમારી સાથે છો અને મને તમારા પર ગર્વ છે પણ પ્લીઝ આ પ્રકારનું કોઈ કામ ન કરો.’

સોનિયા કૌરને જાણકારી આપતી બહેન

ગયા વર્ષે માર્ચથી ઓન એર થયેલો શો અચાનક જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વાતથી શોની તમામ કાસ્ટ ચકિત છે. શોમાં મીનાક્ષીનો રોલ પ્લે કરનારી રૂપલ પટેલે આ બાબતે સ્પોટબોય સાથેની વાતચીતમાં કહ્યું, ‘આ ઘણું શોકિંગ છે. આ બધું ઘણું અચાનક થઇ ગયું. આનો અંદાજો અમને પણ ન હતો. કારણકે ફેન્સ શોને ઘણો પસંદ કરે છે. ટૂંક સમયમાં સરોગસીનો ટ્રેક શરૂ થવાનો હતો. ખબર નહીં મેકર્સે શો પૂરો કરવાનો નિર્ણય કેમ લીધો.’

‘યે રિશ્તે હૈં પ્યાર કે’ શોને શરૂઆતથી જ TRP ચાર્ટમાં જગ્યા મળી ગઈ હતી. શોની ઘણી મોટી ફેન ફોલોઇંગ પણ હતી. 17 ઓક્ટોબરે સ્ટાર પ્લસ પર શોનો છેલ્લો એપિસોડ ઓન એર થશે. આ શોના ટાઈમિંગ પર હવે દર્શકોને ‘સાથ નિભાના સાથિયા 2’ શો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here