Thursday, August 5, 2021
No menu items!
HomePaytmના માલિક વિજય શેખર શર્મા Yes Bankમાં ખરીદી શકે છે મોટો હિસ્સો
Array

Paytmના માલિક વિજય શેખર શર્મા Yes Bankમાં ખરીદી શકે છે મોટો હિસ્સો

નવી દિલ્હી- ઈ-વોલેટ સેવા આપનારી કંપની પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા ખાનગી બેન્ક યસ બેન્કમાં મોટો હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, યસ બેન્કના સ્થાપક રાણા કપૂર તેનો અને તેના પરિવારનો ૯.૬૪ ટકા હિસ્સો રૂ.૨૦૦૦ કરોડમાં વેચી શકે છે.

આપને જણાવી દઈએ કે, રાણા કપૂરે તેના પિતરાઇ ભાઇ સ્વર્ગ અશોક કપૂર સાથે મળીને બેન્કની સ્થાપના કરી હતી. અશોક કપૂરની ૨૬/૧૧ આંતકી હુમલા વખતે ટ્રાઈટેડ હોટલમાં મૃત્યુ પાંમ્યા હતા. ત્યારપછી રાણા કપૂર અને અશોક કપૂરના ઉત્તરાધિકારીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. પ્રમોટરોનો આ બંને ગ્રૂપની બેન્કમાં કુલ મળીને અંદાજે ૨૦ ટકા હિસ્સો છે.

આ વર્ષની શરૂઆતમાં રાણા કપૂરે રાજીનામું આપ્યું

લાંબા સમય સુધી યસ બેન્કનું નેતૃત્વ કર્યા પછી રાણા કપૂરે ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તેના મેનેજિંગ ડિરેક્ટર(એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(સીઈઓ)નું પદ છોડ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૮માં, ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ રાણા કપૂરને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં આ પદ છોડવાનું કહેવામાં આવ્યું હતું.

વિજય શેખર શર્મા મોટો હિસ્સો ખરીદી શકે છે

સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર, પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા ૧૮૦૦-૨૦૦૦ કરોડ રૂપિયામાં ૯.૬૪ ટકા હિસ્સો ખરીદી શકે છે. નોંધનીય છે કે, રાણા કપૂર અને તેમના પરિવારનો કુલ ૯.૬૪ ટકા હિસ્સામાંથી ૬૦ ટકા હિસ્સો રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ પાસે ગિરવી રાખ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments