Friday, April 19, 2024
Homeયોગ દિવસ : યોગ-પ્રાણાયામ ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડી કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઝડપી સ્વસ્થતા લાવે...
Array

યોગ દિવસ : યોગ-પ્રાણાયામ ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડી કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઝડપી સ્વસ્થતા લાવે છે

- Advertisement -

21મી જૂને સમગ્ર વિશ્વમાં “યોગ દિવસ”ની ઉજવણી થશે. કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોનાથી સાજા થયેલ દર્દીઓમાં યોગ અસરકારક સાબિત થયું છે. હોમ આઇસોલેટ, માઇલ્ડ અને મોડરેટ લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં યોગ અને પ્રાણાયામના કારણે નોંધનીય પરિણામો જોવા મળ્યા છે. અમદાવાદ સિવિલ મેડીસીટીની કિડની હોસ્પિટલ(IKDRC) દ્વારા લાગૂ કરાયેલી યોગ-પ્રાણાયમની શ્વાસ લેવાની તકનીક પર આધારિત ‘કોવિડ રિહેબિલિટેશન પ્રોટોકોલ’ એ સેંકડો કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ રહેવાના દિવસોને ઘટાડવાની સાથેસાથે ઝડપી સ્વસ્થ થવામાં મદદ કરી છે, તેમ કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

યોગ-પ્રાણાયામથી ન માત્ર તણાવ અને ચિંતાઓ પણ ઘટી
ગત વર્ષે મે મહિનાથી કોવિડ-19 દર્દીઓની સાથે સાથે હોસ્પિટલના કર્મચારીઓ માટે યોગ-પ્રાણાયામ પર આધારિત શ્વાસ લેવાની તકનીકે ન માત્ર તણાવ અને ચિંતાઓને ઘટાડી, પરંતુ સેશનમાં ભાગ લેનારા તમામ દર્દીઓની એકદંર સુખાકારીને પણ મજબૂત કરી. “નિયંત્રિત શ્વાસ લેવાથી રૂધિરાભિષણ અને શ્વસનતંત્ર પુનઃજીવંત થાય છે, જે બદલામાં ચેપગ્રસ્ત ભાગો સુધી પોષણ અને દવાઓની શ્રેષ્ઠ પહોંચની ખાતરી કરે છે.”– તેમ કિડની ઇન્સ્ટીટ્યુટના એનેસ્થેસિયોલોજી વિભાગના એસોસિએયટ પ્રોફેસર ડૉ. વિરલ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું. તેમના મત પ્રમાણે યોગના સિદ્ધાંતો પર આધારિત તકનીકે ગત વર્ષથી હળવાથી મધ્યમ કોવિડ-19 લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દર્દીઓમાં સારા પરિણામ દર્શાવ્યા છે.

કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર્દીઓ અને કોવિડ ફરજરત સંસ્થાના કર્મચારીઓને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ લેવા માટે યોગ અને પ્રાણાયામ પર આધારિત શ્વાસ લેવાની તકનીકોની સારી પ્રથાઓને જોડી રિહેબિલિટેશન પ્રોટોકોલમાં એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણને અપનાવ્યો છે. “કોવિડ ડ્યુટી દરમિયાન હેલ્થકેર વર્કરોની શારીરિક અને મનૌવૈજ્ઞાનિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા ઊંડા શ્વાસોશ્વાસ અને યોગ ક્રિયાઓ કરાવવામાં આવતી હતી જે મનને શાંત કરે છે અને ન્યુરોટ્રાન્સમિટરને મુક્ત કરી આનંદની અનુભૂતિ કરાવે છે.” – ડૉ. ત્રિવેદીએ જણાવ્યું.

માનવી એક દિવસમાં 25,000 વાર શ્વાસ લે છે
એક અંદાજ પ્રમાણે, માનવ અજાણી રીતે એક દિવસમાં 25,000 વાર શ્વાસ લે છે જે ફેફસાંની 30% ક્ષમતા જેટલું છે. છતાં પણ તે ફેફસાની ક્ષમતામાં સુધારાનો વિશાળ અવકાશ રાખે છે. સાથોસાથે નિયંત્રિત સભાનવસ્થામાં શ્વાસ લેવો અને ઉચ્છવાસ બહાર કાઢવો તે નર્વસ અને ઇમ્યુન સિસ્ટમના નિયમનમાં ફરક પાડે છે. આ પ્રોટોકોલથી કિડડની ઇન્સ્ટીટ્યુટને તેના સંસાધનોનું સંચાલન કરવામાં અને સારી આપૂર્તિ કરવામાં મદદ મળી છે. “‘કોવિડ રિહેબિલિટેશન પ્રોટોકોલ’ના કારણે અમે સેંકડો લીટર ઓક્સિજનની બચત થઇ છે. માઇલ્ડ અને મોડરેટ લક્ષણો ધરાવતા કોવિડ દર્દીઓના હોસ્પિટલમાં દાખલ રહેવાના દિવસોમાં ઓછામાં ઓછા બે દિવસનો ઘટાડો કર્યો.” તેમ આઈકેડીઆરસી-આટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા કોરોના મહામારીનો અંત ન આવે ત્યાં સુધી દર્દીઓ અને કર્મચારીઓ માટે શ્વાસ લેવાની તકનીક માટે ‘કોવિડ રિહેબિલિટેશન પ્રોટોકોલ’ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular