નેત્રંગના ભક્તિધામ સ્વામિનારાયણ મંદિરે વેક્સિન જાગૃતિ સાથે યોગી મહિલા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ કરાયું

0
0

નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ તા.18 જુલાઇના રોજ યોગી મહિલા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ ,બાળકોમાં સંક્રમણ અટકાવવા અને વેકસીનેસ અભિયાનની જાગૃતિ ફેલાવવા વગેરે અને નેત્રંગ તાલુકાની બહેનોને સાડી વિતરણ કરાયું હતું.

કોરોના મહામારીના કાળમાં આવકના સ્ત્રોત ઘટી ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૨૦૦ મહિલાઓને સાડી વિતરણ કરીને વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો હતો. ભક્તિધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સાથે જ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના સામે બાળકોમાં કોરોના સંક્રમણને અટકાવવા અને વેકસીનેસન જાગૃતિ અભિયાન અંતર્ગત હરિધામ સોખડાથી પધારેલ યોગી મહિલા કેન્દ્રના સુવાસબેન, શુક્મણિબેન અને સોહાર્દબેને હાજરી આપી હતી. દરેક લોકો વેકસીનેસન કરાવે એ માટે અપીલ કરી હતી.

કોરોનાને ડામવા માટે વેકસીનેસન જ એક ઉપાય છે.આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ લીલાબેન વસાવા,નેત્રંગ ગ્રામપંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here