Thursday, February 22, 2024
Homeયોગી સરકારઃ હવે આ 17 જાતિઓને મળી શકશે SC સર્ટિફિકેટ
Array

યોગી સરકારઃ હવે આ 17 જાતિઓને મળી શકશે SC સર્ટિફિકેટ

- Advertisement -

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 17 પછાત જાતિઓને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. યોગી સરકારે 17 પછાત જાતિ (OBC)ને અનૂસૂચિત જાતિ (SC)ની યાદીમાં સામેલ કરી દીધી છે. આ પછાત જાતિઓને અનૂસૂચિત જાતિની યાદીમાં સમાવેશ કરવા પાછળ યોગી સરકારે જણાવ્યું કે આ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે વધારે પછાત છે. હવે આ 17 જાતિઓને અનૂસુચિત જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે જિલ્લા અધિકારીઓને આ 17 જાતિઓના પરિવારને જાતિ પ્રમાણ પત્ર આપવા આદેશ આપવામાં આવ્યો છે.

કઇ-કઇ છે જાતિ…
જે પછાત જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરે છે. આ પછાત જાતિઓનો હવે SC કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

યુપીની યોગી સરકારે જિલ્લા અધિકારીઓને હવે આ 17 જાતિઓના પરિવારજનોને જાતિ પ્રમાણપત્ર આપવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપા અને બસપાની સરકારે પણ આવું કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહોતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular