યોગી ટ્રમ્પનું સ્વાગત કરશે, પણ તાજમહાલ જોવા સાથે નહીં જાય

0
10

આગ્રા તા.24
ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ પ્રોટોકોલના ભાગ તરીકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રાના એરિયા એરપોર્ટ પર સત્કારશે, પણ ટ્રમ્પ પરિવાર સાથે તાજમહાલ નહીં જાય.


ટ્રમ્પની મુલાકાત માટે આગ્રા શહેર પણ સજજ બન્યું છે. શેરીઓમાં ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના બિલબોર્ડ ઉભા કરાયા છે. કેટલાક બિલબોર્ડમાં ભગવાન રામની પવિત્ર ભૂમિમાં સ્વાગત છે એવું લખાણ જોવા મળ્યું હતું. અન્ય કેટલાકમાં રોકાણ માટે ભરપુર તકોવાળી ભૂમિ પર સ્વાગત છે એવાં લખાણ હતા. ટ્રમ્પ જયાંથી પ્રવેશવાના છે તે દરવાજે ટ્રમ્પ અને મોદીના કટઆઉટ સ્તંભ અને વીજથાંભલા હેઠળ મુકવામાં આવ્યા છે. ઓબેરોય અમરવિલા ખાતે ટ્રમ્પ પરિવાર બેટરીથી ચાલતી ગોલ્ફ કાર્ટમાં બેસશે ત્યાં સુધીના માર્ગો પર ભારત અને અમેરિકા ધ્વજો લગાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here