તમે લોકડાઉનમાં સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમનો ભોગ તો બન્યાં નથી ને…..

0
8

લોકડાઉનને કારણે લોકોની દિનચર્યામાં મોટો ફેરફાર થયો છે. લોકો કંટોળા દૂર કરવા માટે અવારનવાર મોબાઇલની સામે મીટ માંડે છે. અનેક રિપોર્ટોમાં ખુલાસો થયો છે કે, લોકડાઉનને કારણે લોકો મોબાઇલ પર વધુને વધુ સમય પસાર કરી રહ્યાં છે. એના કારણે એવી બિમારીઓ થઈ રહી છે, જેનું આપણે અગાઉ નામ પણ સાંભળ્યું નથી. આવી જ એક બિમારી છે સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ.

સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ એટલે શું?

જે લોકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરે છે એમને આ બિમારી થાય છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હાથની નાની આંગળીનો ઉપયોગ વધારે થાય છે અને આ આંગળીને અંગ્રેજી ભાષામાં પિન્કી ફિંગર કહેવાય છે. આ નાની આંગળીથી મોબાઇલનો વધારે ઉપયોગ થવાથી એના સાંધા પર દબાણ વધવાથી આર્થરાઇટિસનું જોખમ વધી જાય છે. મોબાઇલ ફોન માટે અંગૂઠાનો ઉપયોગ પણ વધારે થાય છે, જેનાથી અંગૂઠાના સાંધા પર વધારે અસર થાય છે. એટલે આ બિમારીને સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ કહેવાય છે.

લોકડાઉનમાં પિન્કી સિન્ડ્રોમના કેસ વધ્યાં

કેટલાંક મેડિકલ રિપોર્ટમાં જાણકારી મળી છે કે, લોકડાઉનમાં લોકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જે લોકો અગાઉ 4થી 5 કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા, તેઓ હવે 14 કલાકથી વધારે સમય સ્માર્ટફોન સાથે ચીપકેલા રહે છે. ઘણા ડૉક્ટર્સ પણ જણાવે છે. લોકડાઉન દરમિયાન મોબાઇલનો વધારે ઉપયોગ થવાથી ઘણા લોકોમાં આંગળી વળી જવાની સમસ્યા વધી છે.

પિન્કી સિન્ડ્રોમથી બચવાના ઉપાયો

આ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઉપાય છે – મોબાઇલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. રાત્રે સૂતી વખતે મોબાઇલનો ઉપયોગ બંધ કરવો, જેથી ઊંઘની સમસ્યા પેદા ન થાય અને આંખોને નુકસાન ન થાય. જો કોઈને ફોન પર વાત કરવાની વધારે ટેવ હોય, તો ઇયરફોનનો ઉપયોગ કરે, જેથી મોબાઇલ સાથે અંતર જળવાઈ રહે. હાથની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ જળવાઈ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here