ઇયરફોનનો સત ઉપયોગ તમારા કાનને પહોચાડી શકે છે નુકસાન, તમે થઇ શકો છો બહેરા

0
64

આજે દરેક લોકોનાં હાથમાં મોબાઇલ અને કાનમાં ઇયરફોન જોવા મળે છે. જો કે સ્માર્ટફોનમાં ઇયરફોનનો ઉપયોગ ઘણી સારી સુવિધા છે. પરંતુ આજ કાલ ઇયરફોનનો ઉપયોગ ટ્રેન્ડ બની ગયો છે. પણ જો તમે પુરો દિવસ ઇયરફોનમાં ગીતો સાંભળતા હોય તો તમે ચેતી જજો. જો તમને આવી ટેવ હોય તો તમને આ ટેવ નુકસાન પહોંચાડી શકે છે. આપણે સવારની શરૂઆત મોર્નિંગ વૉક સાથે કરીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી ઓફિસ કામમાં, ડ્રાઈવ કરતા, બુક્સ વાંચતા ઈયરફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

જો આપણે સતત ઈયર ફોન વાપરતા હોઈ છીએ તો આપણે ઘણી બિમારીના શિકાર બની શકીએ છીએ. કાનમાં બહેરાશ થી લઈને હ્રદય રોગ સુધીની ઘણી બિમારીઓ આપણને અસર કરી શકે છે. ચાલો જોઈએ સતત ઈયરફોનનો ઉપયોગ કરવાથી આપણને શું અસર થઈ શકે છે. સતત લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. અને તેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. મોટા અવાજે ગીતો સાંભળવાથી આપણા સાંભળવાની ક્ષમતા પર અસર પડે જ છે પણ સાથે માનસિક સમસ્યા પણ પેદા થવા લાગે છે.

સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા 90 ડેસેબલ હોય છે. એક અભ્યાસ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે કલાકથી વધુ સમય માટે 90 ડિસેબલથી વધારે અવાજમાં ગીત સાંભળતું હોય તો તે બહેરાશનો ભોગ બનવાની સાથે અન્ય મોટા રોગોની ઝપેટમાં આવી શકે છે. જો સતત ઈયરફોન સાંભળવામાં આવે તો 40 થી 50 ડેસેબલ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here