સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સહિત યોજનાઓમાં તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો

0
3

જો તમે સિનિયર સિટીઝન છો અને તમે તમારા માટે મંથલી ઈન્કમની વ્યવસ્થા કરવા માગો છો તો તમે પ્રધાનમંત્રી વય વંદના યોજના, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં પૈસાનું રોકાણ કરવા પર તમને સારું રિટર્ન તો મળશે તે સાથે પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો.

પ્રધાનમંત્રી વય વંદના યોજના

કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)માં પણ રોકાણ કરી શકો છો.

આ યોજનામાં 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાગરિકો માટે એક પેન્શન યોજના છે.

આ યોજનાનો લાભ એક સામટી ચૂકવણી કરીને લઈ શકાય છે. 7.40% વાર્ષિક દરે સુનિશ્ચિત ચૂકવણી કરી શકાશે. તેની ચૂકવણી મંથલી કરવામાં આવશે.

જો તમે દર મહિને પૈસા નથી લેતા તો તે વાર્ષિક 7.66% બરાબર થઈ જાય છે. તેમાં મહત્તમ 15 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે.

ઈન્કમ ટેક્સ કાયદાની સેક્શન 80C અંતર્ગત તેમાં રોકાણ દ્વારા તમે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકાય છે.

15 લાખ પર તમને દર મહિને 9.250 રૂપિયા પેન્શન મળશે.

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

જો તમે જમા પર સારું એવું વ્યાજ ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

આ સ્કીમ અંતર્ગત તમને 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે, એટલે કે આ સ્કીમમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે વ્યાજ મળે છે.

60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમર બાદ આ અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી વધુ વયની છે પરંતુ 60 વર્ષ કરતાં ઓછી છે તો તે પણ આ અકાઉન્ટ ખોલાવી શકે છે.

જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો વાર્ષિક 7.4 ટકાના વ્યાજ દરથી 5 વર્ષ બાદ તમને 2,164,272 રૂપિયા મળશે. એટલે કે તમને 664,272 રૂપિયા વ્યાજ તરીકે મળશે

ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત તેમાં રોકાણ દ્વારા તમે 1.5 લાખ રૂપિયાની રકમ પર ટેક્સ બચાવી શકો છો.

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ

તેમાં 6.6 ટકાના દરે વ્યાજ મળે છે. આ સ્કીમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયામાં ઓપન કરાવી શકાય છે.

ખાસ વાત એ છે કે, સ્કીમ પૂરી થયા બાદ પણ તમને તમારા બધા પૈસા પણ પાછા મળી જશે. એટલે કે આ અકાઉન્ટથી તમારા માટે રેગ્યુલર ઈન્કમ ગેરંટી સુનિશ્ચિત થઈ શકે છે.

જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. તેમજ જોઈન્ટ અકાઉન્ટ છે તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે.

આ યોજના અંતર્ગત જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને 6.6 વાર્ષિક વ્યાજ દરથી 29700 રૂપિયા વ્યાજ મળશે.

તેમજ જો તમે તેમાં જોઈન્ટ અકાઉન્ટ અંતર્ગત 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 59,400 વાર્ષિક વ્યાજ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here