હવે તમે 31 માર્ચ સુધી SBIની ‘વીકેર’ સ્કીમમાં રોકાણ કરી શકશો, તેમાં FD પર વધારે વ્યાજ મળશે

0
10

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ આ વર્ષે મે મહિનામાં વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટમાં SBI Wecare Deposit નામથી નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં સિનિયર સિટિઝનને 5 વર્ષ કે તેનાથી વધારે સમયની ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં હવે 31 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. આ પહેલાની તેની સમય મર્યાદા 31 ડિસેમ્બર હતી.

શું છે આ સ્કીમ?

SBIની આ નવી સ્કીમમાં 5 વર્ષ અથવા તેનાથી વધુની અવધિની ડિપોઝિટ (FD) પર 30 બેસિસિ પોઈન્ટ્સનું એક્સ્ટ્રા પ્રીમિયમ ઈન્ટ્રેસ્ટ મળશે. નિશ્ચિત સમયમાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.

શું છે આ સ્કીમ?

સિનિયર સિટિઝનને 5 વર્ષથી ઓછા સમયની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતા 0.50% વધારે વ્યાજ મળશે. 5 વર્ષ કે તેનાથી વધારે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ મળશે, તેમાં વધારાનું 0.30% વ્યાજ પણ સામેલ છે. જો કે, મેચ્યોરિટી પહેલા ઉપાડ પર વધારે વ્યાજ આપવામાં આવશે નહીં. નક્કી સમયગાળામાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપે છે?

સમયગાળો વ્યાજ દર (%)
7થી 45 દિવસ 2.9
46થી 179 દિવસ 3.9
180થી 210 દિવસ 4.4
211થી એક વર્ષ 4.4
એક વર્ષથી બે વર્ષ 4.9
બે વર્ષથી ત્રણ વર્ષ 5.1
ત્રણ વર્ષથી પાંચ વર્ષ 5.3
પાંચ વર્ષથી 10 વર્ષ 5.4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here