અમદાવાદ – સારથિ-વાહન સોફ્ટવેર માટેદી હવે જુદી-જુ એપોઇન્ટમેન્ટ લેવી પડશે, ફેસલેસ કામગીરી માટે RTO નહીં જવું પડે

0
14
ફાઈલ તસવીર પ્રસ્તુતિકરણ માટે
  • વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નોન ફેસલેસ સેવાઓ જેવી સેવા માટે એપોઈન્ટમેન્ટ ફરજીયાત
  • HSRP ફિટમેન્ટ માટે અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મુજબ જ RTO કચેરી આવવાનું રહેશે
ફાઈલ તસવીર પ્રસ્તુતિકરણ માટે

સીએન 24,ગુજરાત

અમદાવાદવાહનચાલકોએ વાહન સંબંધિત કામગીરી માટે વાહન વ્યવહાર વિભાગના વાહન 4.0 અને સારથી 4.0 સોફ્ટવેર સંબંધિત જુદી જુદી કામગીરી માટે ઓનલાઇન એપોઇમેન્ટ લેવાની રહેશે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સુત્રોએ કહ્યું હતું કે, વાહન 4.0 તથા સારથી 4.0 સોફ્ટવેર સંબંધિત જુદી જુદી કામગીરી કે જે ફેસલેસ છે તે કામગીરી માટે અરજદારોએ આરટીઓ કચેરી રૂબરૂ જવાનું રહેશે નહીં. નોન ફેસલેસ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ ટેસ્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સમાં નામ,સરનામાં, જન્મ તારીખ ફેરફાર, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ પરમીટ, ભયજનક મટિરિયલનું વહન ડ્રાઇવિંગ લાઇસન્સનું એન્ડોર્સમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સનો વર્ગ (COVS) સરન્ડર કરવો, વિદેશી નાગરિકોને લાઇસન્સ ઇસ્યૂ કરવું, વાહન માલિકી-સરનામામાં ફેરફાર, વાહનની પુનઃનોંધણી કરવી, અન્ય રાજ્યો માટે એનઓસી ઈસ્યુ કરવી તથા એચએસઆરપી ફિટમેન્ટ માટે અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈ આરટીઓ જવાનું રહેશે. નોન ફેસલેસ સેવા માટે અરજદારોએ http://parivahan.gov.in/parivahan વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નોન ફેસલેસ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ ટેસ્ટ, ડ્રાઈવિંગ લાયસન્સમાં નામ – સરનામા – જન્મ તારીખ ફેરફાર, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ પરમીટ, ભયજનક મટિરિયલનું વહન ડ્રાઇવિંગ લાઇસન્સનું એન્ડોર્સમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સનો વર્ગ (COVS) સરન્ડર કરવો, વિદેશી નાગરિકોને લાયસન્સ ઇસ્યુ કરવું, વાહન માલિકી-સરનામામાં ફેરફાર, બોજો દાખલ કરવો-ચાલુ રાખવો, વાહનની પુનઃનોંધણી કરવી, વ્હિકલ્સમાં ફેરફાર કરવો, અન્ય રાજ્યો માટે એન.ઓ.સી ઈસ્યુ કરવી તથા HSRP ફિટમેન્ટ માટે અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મુજબ જ આરટીઓ કચેરી આવવાનું રહેશે. આ નોન ફેસલેસ સેવાઓ મેળવવા માટે અરજદારોએ http://parivahan.gov.in/parivahan વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

અરજી પણ કરી શકાશે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે ફીટનેસનું રીન્યુઅલ, વાહનમાં હેતુ ફેર, અન્ય રાજ્યના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી, રજિસ્ટ્રેશન રદ કરવું, ફાઇનાન્સરને નવી આર.સી. બૂક ઈસ્યુ કરવી, વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ-ડુપ્લીકેટ-રીન્યુઅલ, આર.સી. બૂક પરત મેળવવી, પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો (શિખાઉ લાયસન્સ પૂરતું) તથા ડ્રાઇવિંગ લાઇસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પૂરતું) જેવી સેવાઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવ્યા સિવાય પણ અરજી કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here