હળદરના ફાયદા તો જાણતા જ હશો પરંતુ આજે નુકસાન પણ જાણી લો, આ રોગના દર્દીઓએ તો ભૂલથી પણ ના કરવુ જોઇએ સેવન

0
0

દરેક ભારતીયના ઘરમાં તમને હળદર તો મળી જ જાય. તેમાં ઔષધિય ગુણોનો ખજાનો છે. હળદર શરીર, સ્કીન અને વાળ માટે લાભકારક હોય છે. હળદર અનેક સમસ્યાઓ દૂર કરી નાંખે છે. પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે હળદર કેટલાક દર્દીઓ માટે હાનિકારક પણ સાબિત થાય છે. મોટાભાગે એવુ જોવા મળે છે કે લોકો સવારે અને રાતે સુતા પહેલા હળદરવાળુ દૂધ પીવે છે.

આ વચ્ચે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકો માટે હળદર ખતરનાક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કયા રોગના દર્દીઓએ હળદરનું સેવન વિચારીને કરવુ જોઇએ…

કમળો

કમળો (Jaundice)થી ઝઝૂમી રહેલા લોકોએ હળદરનું સેવન ન કરવુ જોઇએ. આ દરમિયાન દર્દીએ હળદર અને હળદરમાંથી બનેલી વસ્તુઓથી દૂર રહેવુ જોઇએ.

નસકોરી ફૂટવી

જે લોકોને જલ્દી નસકોરી ફૂટે છે, તે લોકોએ હળદરનો ઓછો ઉપયોગ કરવો જોઇએ. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે નસકોરીની સમસ્યામાં વ્યક્તિના નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગે છે.

એનીમિયા

એનીમિયાથી પરેશાન લોકોએ હળદરનું ઓછુ સેવન કરવુ જોઇએ. તેવામાં હળદર બ્લડ ફ્લો પર ખરાબ અસર કરે છે.

ગર્ભવતી મહિલા

હળદરની તાસીર ગરમ હોય છે. આ કારણે પ્રેગનેન્ટ મહિલાઓએ હળદરનો ઓછો યુઝ કરવો જોઇએ. તેના માટે તમારે એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ.

પથરી

જે લોકોને પથરીની ફરિયાદ હોય, તે લોકોએ હળદરનું સેવન કરવાથી દૂર રહેવુ જોઇએ. આ દરમિયાન હળદરનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હળદરનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here