Monday, October 25, 2021
Homeસંધ્યા ટાણે અપાર શ્રદ્ધા સાથે કરશો આ રીતે તુલસીની પૂજા તો થશે...
Array

સંધ્યા ટાણે અપાર શ્રદ્ધા સાથે કરશો આ રીતે તુલસીની પૂજા તો થશે દરેક ઇચ્છા પૂર્ણ

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તેની પૂજા અને ઔષધીય ગુણ વિશે તમે અત્યાર સુધીમાં અનેક વાતો સાંભળી હશે. ત્યારે આજે જાણો તુલસીની પૂજા કેવી રીતે કરવાથી મનોકામના પૂરી થાય છે. તુલસી બે પ્રકારના હોય છે એક કૃષ્ણ તુલસી અને શ્વેત તુલસી. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. તુલસીના પાન અમાસ, ચૌદશ, સાતમની તિથિ તેમજ રવિવાર, શુક્રવારે તુલસી ન તોડવા જોઈએ. આજે એ પણ જાણી લો કે તુલસીની પૂજા કેવી રીતે કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

કરો આ ઉપાય
તુલસીની માળાથી લક્ષ્‍મી મંત્રનો યથાશક્તિ જાપ કરવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે. સ્નાનાદિ કર્મથી પરવારી અને તુલસી સમક્ષ દિવો કરવાથી જાતકના દેવદોષ સમાપ્ત થઈ જાય છે.

એક કુંડામાં તુલસી અને એક કુંડામાં ધતૂરાનો છોડ લગાવો અને રોજ બંનેને પાણી ચડાવવું. આ કર્મથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. ચાંદીનો સાપ બનાવો અને આ સાપની પૂજા ચોથના દિવસે કરી અને તેને તુલસી નીચે રાખી દેવો. તેની કંકુ-ચોખાથી પૂજા કરવી અને દીવો કરી ભોગ ધરાવવો, દીવો જ્યારે ઓલવાઈ જાય ત્યારે પછી તે ચાંદીના સાપને પાણીમાં પ્રવાહિત કરી દેવો. તેનાથી કાલસર્પ દોષ દૂર થઈ જાય છે.

તુલસી તોડવાના નિયમ
વાયુ પુરાણમાં તુલસીના પાન તોડવાના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે કારણ વિના તુલસીના પાન તોડવા ન જોઈએ. તુલસી નીચે ખરેલા પાનનો ઉપયોગ પૂજા તેમજ દવા માટે કરી શકાય છે, તેમ છતાં જો પાન તોડવા પડે તેમ હોય તો સૌથી પહેલાં તુલસી સમક્ષ પાન તોડવાની આજ્ઞા લેવી જોઈએ. સ્નાન કર્યા વિના તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. જો આમ કરવામાં આવે તો વ્યક્તિની તમામ પૂજાનું ફળ નિષ્ફળ થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments