Saturday, September 25, 2021
Homeસુરત : સરથાણામાં બાયોડિઝલની માહિતી આપતો હોવાની શંકાએ યુવકનું અપહરણ
Array

સુરત : સરથાણામાં બાયોડિઝલની માહિતી આપતો હોવાની શંકાએ યુવકનું અપહરણ

સુરતના સરથાણામાં રહેતા સંજય કુકડિયા સાંજે સરથાણા જકાતનાકા પાસે ઉભો હતો. ત્યારે એક કારમાં વિપુલ બલર અને તેના સાગરિતો આવ્યા હતા. વિપુલને શંકા હતી કે, સંજય કુકડિયા જ પુરવઠા વિભાગને માહિતી આપે છે. તેથી સંજયનું કારમાં અપહરણ કરીને કામરેજ તરફ લઈ ગયા હતા. પરંતુ કામરેજમાં ખબર પડી કે તેઓ ખોટા વ્યક્તિનું અપહરણ કરી લાવ્યા છે. પુરવઠા વિભાગને માહિતી આપનાર સંજય જુદો છે. તેથી આરોપીઓ સંજય કુકડિયાને ફરીથી સરથાણા જકાતનાકા પાસે છોડી ગયા હતા. રાત્રે સરથાણા પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ મથકે જઇ અપહરણ અંગે ફરિયાદ કરી હતી
( સરથાણા પોલીસ મથકે જઇ અપહરણ અંગે ફરિયાદ કરી હતી )

 

કારમાં અપહરણ કરાયું હતું મોટાવરાછા ખાતે ગોકુળધામ સોસાયટીમાં રહેતા સંજય ધીરૂભાઇ કુડિયા (35) મુળ ભાવનગરના વતની છે. પીપોદ્રામાં તેમના લૂમ્સના કારખાના છે. ગુરૂવારે સાંજ 4:30 વાગ્યે ધીરૂભાઇ સરથાણા વાલક વચ્ચે સ્વામિનારાયણ બસ સ્ટેશન પાસે પોતાની કારમાં બેસેલા હતા ત્યારે અન્ય એક કાર ત્યાં ધસી આવી હતી. કારમાં સવાર 3-4 યુવકોએ બળજબરી કરી સંજયભાઇને કારમાં બેસાડી દીધા હતા.

અપહરણકારો જ મૂકી ગયા

કામરેજ ટોલનાકા આગળ આવેલા પેટ્રોલપંપ માં પર સંજયભાઇને લઇ જઇ અહીં હાજર અન્ય 5-7 યુવકો સાથે મળી લાકડાના ફટકા અને પાઇપ વડે ફટકારાયા હતા. બીજી તરફ સંજયભાઇને અપહરણ વેળા તેમનો મિત્ર મનિષ ત્યાં હાજર હતો. તેને તુરંત સરથાણા પોલીસ મથકે જઇ અપહરણ અંગે ફરિયાદ કરી હતી. જેથી પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે સંજયભાઇને કોલ પણ કર્યો હતો. પોલીસની ગંધ આવી જતા અપહરણકારો ગભરાઇ ગયા હતા અને સાંજે સાત વાગ્યે સંજયભાઇને સરથાણા પોલીસ મથક નજીક મુકી તેઓ ભાગી ગયા હતા. સરથાણા પોલીસે સંજયભાઇની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બાતમી આપતો હોવાના વહેમમાં અપહરણ કર્યા બાદ યુવકને છોડી મૂકાયો હતો.
( બાતમી આપતો હોવાના વહેમમાં અપહરણ કર્યા બાદ યુવકને છોડી મૂકાયો હતો. )

 

લાંચ કાંડમાં વિપુલ જામીન પર છે

પોલીસની પ્રાથમિક તપાસમાં આ અપહરણ પાછળ બાયોડિઝલ કાંડ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતુ. ગુરૂવાર સવારે માંગરોળમાં મામલતદારે 3 બાયોડિઝલ પંપને સીલ મારી દીધું હતુ. આ બાયોડિઝલની માલિકી માથાભારે રાણા મેર, દેવશી આહિર, વિપુલ બલરની માલિકીની હોવાનું કહેવાય છે. બાયોડિઝલ પંપ અંગે બાતમી આપી હોવાની શંકાથી સંજય કુકડિયાનું અપહરણ કરાયું હતુ. વધુમાં વિપુલ બલર સુરત જિલ્લા પોલીસના નામે ઉઘરાણા કરવામાં બદનામ છે. અગાઉ બાયોડિઝલના મુદ્દે થયેલી લાચકાંડમાં અને કામરેજના બહુચર્ચિત લાંચ પ્રકરણમાં વિપુલ બલરનું નામ બહાર આવ્યું હતુ. એસીબીએ ધરપકડ કર્યા બાદ વિપુલ હાલ જામીન પર બહાર હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments