સુરત : મહિલા સાથે સંબંધ તોડવાનું કહેતા યુવાને કર્યો આપઘાત

0
4

સુરતના નાના વરાછા ખાતે એક યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાતા પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવતા યુવાને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મહિલાએ ખોટી રીતે પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના નાના વરાછા ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય માહિલકુમાર ગામીત હીરાના કારખાનામાં મજૂરીકામ કરતો હતો. માહિલ છેલ્લા લાંબા સમયથી એક બાળકની માતાના પ્રેમમાં પડ્યો હતો. પરિણીત મહિલાના પ્રેમમાં પડતા પરિવારજનોએ વિરોધ કર્યો હતો. અને અવાર નવાર ટકોર કરતા હતા.

પરિવારના વિરોધ છતાં યુવકે મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા. એક દિવસ પરિવારે મહિલા સાથે પ્રેમ સંબંધ તોડવાનું દબાણ કર્યું હતું. જે બાદમાં યુવાન સતત માનસિક તાણ અનુભવતો હતો. ગતરોજ માહિલે આવેશમાં આવીને પોતાના ઘરમાં છતના હુક સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ છતાં માહિલને તાત્કાલિક સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

યુવાનને પરિણીતા મહિલાના પ્રેમમાં આવું પગલું ભર્યું હતું. પરિવારે સંબંધ તોડવાનું કહ્યા બાદ યુવાને પરિણીતા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આ કારણે માહિલ સતત માનસિક તાણ અનુભવતો હતો. આ જ કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જો કે આ મામલે મહિલાના પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં પરિણીત મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here