Friday, February 14, 2025
HomeરાજકોટRAJKOT : શિકાર કરવા જતI બાઇક સ્લીપ થયું ને બંદૂકમાંથી ગોળી છૂટતા...

RAJKOT : શિકાર કરવા જતI બાઇક સ્લીપ થયું ને બંદૂકમાંથી ગોળી છૂટતા યુવાનનું મોત

- Advertisement -

માળીયા મિયાણાના વવાણીયા નજીક એક વ્યક્તિનું બંદૂકની ગોળી વાગવાથી મોત થતા મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવ મામલે માળિયા પોલીસ ટીમેં તપાસ ચલાવી હતી અને પ્રાથમિક તપાસમાં યુવાન શિકાર કરવા બંદુક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી છૂટતા મોત થયાનું સામે આવ્યું છે.

માળીયા (મિ.)ના વવાણીયા નજીક ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા (ઉ.વ.૩૮) નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી ખસેડવામાં આવ્યો હતો તો બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવતા તુરંત દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને અન્ય લોકો શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા વસીમનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી.

જોકે યુવાન એકલો જ શિકાર અર્થે ગયો હતો કે અન્ય કોઈ સાથે ગયા હતા તેમજ જે બંદુકમાંથી ગોળી છૂટી તે લાયસન્સ વાળી બંદુક છે કે કેમ તે સહિતની દિશામાં માળિયા પોલીસે તપાસ ચલાવી છે તેમજ પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular