ગાંધીનગર : કુડાસણ પાસે બાઈક-એક્સેસ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

0
30

ધોળાકુવા સર્કલ આવતા સર્વિસ રોડ પર બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં સે-29ના યુવકનું મોત થયું છે. મૃતક યુવક અગાઉ સચિવાયલમાં ડિવાસએસઓ તરીકે નોકરી કરતો હતો જે છોડ્યા બાદ અનામિક એકેડમી નામે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતો હતો અને અન્ય ક્લાસીસમાં લેક્ચર લેતો હતો. ડીવાયએસઓ સહિતની 10 જેટલી સરકારી પરીક્ષાઓમાં પાસ કરેલી હતી. યુવક મૌલિક ત્રિવેદી કુડાસણ પ્રતિક મોલથી રાત્રે એક્સસ લઈને ઘર તરફ નીકળ્યો હતો.

આ સમયે ધોળાકુવા જતા સર્વિસ રોડ પર નીલકંઠ સર્વિસ સ્ટેશન પાસે બાઈક અને એક્સેસ સામસામે અથડાતા મૌલિક ત્રિવેદી અને બાઈક પર બેઠેલા 2 યુવકો રોડ પર પટકાયા હતા. ત્રણેય સિવિલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં મૌલિકને મૃત જાહેર કર્યો હતો. તેને માથાના ભાગે અંદરની તરફ ગંભીર ઈજાઓ પહોંચતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાઈક પર બેઠેલા બંને યુવકોને વધુ સારવાર માટે ખસેડાયા હતા.

દોઢ વર્ષના પુત્રે પિતાને ગુમાવ્યા

મૃતક મૌલિક ત્રિવેદીના પરિવારમાં માતા, બહેન, પત્ની અને દોઢ વર્ષનો પુત્ર છે. તેના પિતાનું અગાઉ અવસાન થયેલું છે. ત્યારે એકમાત્ર આધાર એવા મૌલિકના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. તો કશુ પણ ન સમજી શકવાની સ્થિતિમાં રહેલાં દોઢ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકની પત્ની સચિવાલય ખાતે સરકારી નોકરી કરે છે.

પિતરાઈને ભાઈ ગંભીર હાલતમાં મળ્યો

અકસ્માતના ગુનામાં ઈન્ફોસિટી પોલીસે મૃતક મૌલિકના પિતરાઈ ભાઈ મુકેશકુમાર નટવરલાલ ત્રિવેદી (48 વર્ષ)ની ફરિયાદીના આધારે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સમયે ફરિયાદી પોતે પણ પ્રતિક મોલ પાસે હતા, જેમને મળીને જ મૃતક મૌલિક ઘર તરફ નીકળ્યો હતો. થોડીવારમાં જ નિલકંઠ સર્વિસ સ્ટેશન પાસે ટોળુ ભેગું થતાં ફરિયાદી પોતે પણ ત્યાં જોવા માટે ગયા હતા. જ્યાં તેઓને પોતાના કાકાનો દિકરો એવો મૌલિક નીચે પડેલો મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here