અમદાવાદ : દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપીની અટકાયત

0
72

અમદાવાદ: શહેરના દાણીલીમડા બેરલ માર્કેટ પાસે ગત મોડી રાતે યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. મૃતક અવારનવાર લોકોને ધમકી અને મારામારી કરતો હતો. આરોપી સાથે પણ ઝઘડો કર્યો હતો જેની અદાવત રાખી તેની હત્યા કરી નાખી હતી. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

બોલાચાલી હત્યામાં પરિણમી
દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલી અલઅમન સોસાયટી રહેતો મહમદ અકરમ નામના યુવકને સ્મીમ પાર્કમાં રહેતા શરીફ કુરેશીએ અગાઉ ધમકી આપી હતી. જેને લઈ ગઈકાલે રાતે લવ પાન પાર્લરની ગલીમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અકરમે શરીફને છરીના ઘા માર્યા હતા. હોસ્પિટલમાં લઈ જતા શરીફનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગુનેગાર હતો. અગાઉ 10- 12 ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આરોપી અકરમની અટકાયત કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here