અમદાવાદ : એસજી હાઇવે પર જમીન લે-વેચ કરતા યુવકને બોપલના સગુન સાડી શો-રૂમ અને જવેલર્સ માલિકે 8 માણસો સાથે માર માર્યો

0
0

બોપલમાં સગુન સાડી શો-રૂમ અને હરિઓમ જવેલર્સના માલિક નિતેશ સોનીએ 7થી 8 માણસો સાથે મળી એસજી હાઇવે પર મોનડિલ હાઇટ્સમાં ધ ડેકોર સ્ટોર બહાર બેઠેલા જમીન લે-વેચ કરતા યુવકને માર માર્યો હતો. 2013માં થયેલી પૈસાની લેતી-દેતી મામલે યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માર મારતા નાકના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે સાડીના શો-રૂમ અને જવેલર્સના માલિક નિતેશ સોની અને 7થી 8 અજાણ્યાં માણસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2013થી પૈસા મામલે અણબનાવ ચાલે છે

શેલામાં આવેલા એપલવુડમાં નિખિલેશ મહેશ્વરી પોતાના પરિવાર સાથે રહે છે. નિખિલેશ મકરબા ખાતે સિગ્નેચર-1માં સત્યમેવ એસ્ટેટ નામે ઓફિસ ધરાવી જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. નિખિલેશ શુક્રવારે રાતે 8 વાગ્યે એસજી હાઇવે પર મોનડિલ હાઇટ્સ પાસે ધ ડેકોર સ્ટોર બહાર તેમના મિત્ર વિજય ભરવાડ અને રાજુ દેસાઈ સાથે બેઠા હતા. બોપલમાં સગુન સાડી શો-રૂમ અને હરિઓમ જવેલર્સના માલિક નિતેશ સોની સાથે 2013માં પૈસા મામલે અણબનાવ ચાલે છે. 2013માં નિતેશભાઈને તેઓએ પૈસા આપી દીધા હતા.

માર મારતા યુવકના નાકના ભાગે ફેક્ચર થયું

દરમ્યાનમાં નિતેશભાઈ 7થી 8 માણસો સાથે ત્યાં આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. બંને વચ્ચે બોલાચાલી બાદ તેઓ વચ્ચે મારામારી થઈ હતી. પૈસા નહિ આપે તો મારવો જ પડશે કહી ગાળો બોલી માર માર્યો હતો. તેમના મિત્ર વિજય અને રાજુએ વચ્ચે પડી બચાવ્યા હતા. 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને નાકના ભાગે ફેક્ચર થયું હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નિખિલેશની ફરિયાદના આધારે પોલીસે નિતેશ સોની સહિત 8 લોકો સામે મારામારી અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here