અમદાવાદ : મેરેજ એનિવર્સરીના આગલા દિવસે જ યુવકે રડતો વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી આપઘાત કરી લીધો

0
35

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને પ્રેમ લગ્ન કરનાર યુવકે મેરેજ એનિવર્સરીના આગલા દિવસે જ રડતાં રડતાં એક વીડિયો બનાવી વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવકને પાંચ વર્ષથી એચ.આઇ.વી એઇડ્સની બીમારી હતી જેની પ્રેમિકાને જાણ કર્યા બાદ લગ્ન કર્યા હતા. એઇડ્સ ગુપ્ત રોગ છે જેની ગોપનિયતા પણ જાળવવી જરૂરી છે તેમ છતાં યુવકની પત્ની તેની માતા અને ભાઈ લોકોને કહી બદનામ કરતા હતા. જેથી યુવકને મનમાં લાગી આવતા તેણે આપઘાત કર્યો હતો.

અમરાઇવાડીમાં રહેતાં 27 વર્ષીય યુવકે ચાર વર્ષ પહેલાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેને એચ.આઇ.વી એઇડ્સની બિમારી હતી. પ્રેમિકાને બીમારીની જાણ કરી લગ્ન કર્યા હતા. યુવકને થયેલી એઇડ્સની સારવાર સિવિલ હૉસ્પિટલમાં ચાલતી હતી. પરિવારજનોને પણ આ બાબતની જાણ હતી. છેલ્લા ઘણાં સમયથી યુવક ગુમસુમ રહેતો હતો. તેના પરિવારને એમ હતું કે તે દવા લઇને આરામ નથી કરતો તેથી તે તણાવમાં રહેતો હશે! જોકે ત્રણ દિવસ પહેલા યુવકના મોટાભાઇએ તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તેના ભાઇએ રડતાં રડતાં વોટ્સએપ સ્ટેટસ મૂક્યું છે, તે અમરાઇવાડીના બીજા ઘરે છે જલ્દી પહોંચો. પિતાએ ત્યાં જઇને જોયું તો પુત્રએ ત્યાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

મૃતક યુવકના ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું, મારા પ્રેમને 12 વર્ષ પૂર્ણ થયા છે, આવતીકાલે મારી મેરેજ એનિવર્સરી છે. મારૂં લગ્નજીવન ખુબ સારૂ ચાલતું હતું અને મેં એચ.આઇ.વી.ની બિમારીની જાણ કર્યા બાદ જ મારી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં મારી સાસુ, મારો સાળો અને પત્ની લોકોને મારી બિમારીની જાણ કરીને મને બદનામ કરતા હતા. મારી સાસુ પત્ની સાથે અવારનવાર ઝઘડા કરાવી તેને પિયારમાં લઇ જતી હતી. મૃતક યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી, આ મામલે અમરાઇવાડી પોલીસે મૃતકની સાસુ, સાળો અને પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here