Saturday, October 16, 2021
Homeક્રાઈમ - સંતાન પ્રાપ્તિની આશામાં સ્મશાનમાં આવેલી યુવતી સાથે ભૂવાનું દુષ્કર્મ
Array

ક્રાઈમ – સંતાન પ્રાપ્તિની આશામાં સ્મશાનમાં આવેલી યુવતી સાથે ભૂવાનું દુષ્કર્મ

  • છાપરીના સ્મશાનની ઘટના : ભૂવાની વાતોમાં આવી પરિવાર ઝાડીઓમાં જતો રહ્યો
  • વિધિ કરીને ઘરની મોભી મહિલાને સાજી કરી દેશે તેવો દાવો કરી પુત્રવધૂને ફસાવી

પ્રતિકાત્મક તસવીર

સીએન 24,ગુજરાત

દાહોદસીંગવડ તાલુકામાં વાંઝીયાપણાથી પીડાતી એક યુવતી ભૂવાના વાકચાતુર્યમાં ફસાઇને સંતાન પ્રાપ્તિની આશામાં ભૂવા પાસે ગઇ હતી. ત્યારે વાસના લોલુપ ભૂવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર ઝાડીઓમાં જતા રહ્યા હતાં

સીંગવડ તાલુકના એક ગામમાં ઘરની મોભી મહિલા મગજની અસ્થિરતાથી પીડાતી હોવાથી નજીકના માતાના પાલ્લા ગામે રહેતો ભૂવો મુકેશ રૂપસિંગ સંગાડા તેમના ઘરે આવ્યો હતો. વિધિ કરીને ઘરની મોભી મહિલાને સાજી કરી દેશે તેવો દાવો કર્યો પરંતુ તે પહેલાં નિ:સંતાન પુત્રવધૂને વિધિ કરીને સાજી કરવાની વાત પરિવાર સમક્ષ કરી હતી. ભૂવા મુકેશના વાકચાતુર્યમાં ફસાયેલો અંધશ્રદ્ધાળુ પરિવાર આ માટે રાજી થઇ ગયો હતો. ભૂવા મુકેશે બતાવ્યા મુજબ નિ:સંતાન યુવતી, તેની નણંદ અને સસરો સીંગવડ તાલુકાના જ છાપરી ગામના સ્મશાનમાં પહોંચી ગયો હતો. ત્યાં મુકેશે એકલામાં વિધિ કરવી પડશે, બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર ઝાડીઓમાં જતા રહ્યા હતાં. સંતાનની આશામાં આવેલી યુવતીએ ભૂવા મુકેશે કહ્યું એમ કર્યું. દરમિયાન તકનો લાભ લઇને તેણે લીંબુ કાંપીને તેની ફાડ યુવતીના કપાળે મુકી હતી. ત્યાર બાદ યુવતીના ઇન્કાર કરવા છતાં ભૂવા મુકેશે તેના બંને હાથ પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વખતે યુવતીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા. એ જોઇ ભૂવો મુકેશ ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments