Twitter પર તમારો ડેટા પણ ચોરી નથી થયો ને? એપને તરત કરો એપડેટ

0
15

આ વર્ષ ઇન્ટરનેટ યુઝર્સ (Internet users) માટે ખૂબ જ તણાવપૂર્ણ રહ્યું છે. ગૂગલ (Google) પછી હવે ટ્વિટર (Twitter) પણ શનિવારે તેના યુઝર્સથી એપને અપટેડ કરવાની જાહેરાત કરી છે. માઇક્રો બ્લૉંગિંગ સાઇટ ટ્વિટરે કહ્યું કે હૈકર્સ દ્વારા એપમાં એક બગ કે મલીશિયસ કોડ નાંખવાની સંભાવના છે જેના કારણે ભારત સહિત પૂરી દુનિયાના કેટલાક લોકોના ડેટા ચોરી થઇ શકે છે. ટ્વિટરે કહ્યું કે આ કારણે હૈકર્સ લોકોના ફોનમાં પર્સનલ ડેટા જેવી ડિટેલ પણ લઇ શકે છે.

સંભાવના ચે કે આ સમસ્યાને ઠીક કરાય તે પહેલા જ હૈકર્સે મેસેજ, પ્રોટેક્ટેડ ટ્વિટ્સ અને લોકેશનની જાણકારી લઇ લીધી હોય. કંપનીએ વધુમાં કહ્યું કે આ વાતનો સીધા કોઇ પુરાવા નથી પણ સંભાવના છે. સાથે જ ટ્વિટર જણાવ્યું કે આ પ્રશ્નનું નિરાકરણ નીકળે ત્યાં સુધીમાં તેના કેટલાક યુઝર્સના ડેટા લીક થવાની પણ સંભાવના છે.

ટ્વિટર દ્વારા જાહેર કરવામાં આવેલા ઇમેલમાં કહ્યું છે કે અમે ડેટા સિક્યુરિટી માટે કામ કરતા રહ્યા છીએ તેમ છતાં જે લોકો તેનાથી પ્રભાવિત થયા હોય તે ટ્વિટરના ડેટા પ્રોટેક્શન ઓફિસમાં જઇને પોતાના એકાઉન્ટની સિક્યોરિટી મામલે જરૂરી જાણકારી મેળવી શકે છે. તમને જણાવી દઇએ કે કેટલાક ભારતીયોએ જોયું કે ગૂગલ તરફથી તેમના મોબાઇલ અને ડેસ્કટોપ પર ચેતવણીના મેસેજ આવી રહ્યા છે. જે પછી કેટલાક યુઝર્સે ટ્વિટર પર આ અંગે રિપોર્ટ કરી. તે પછી ક્રોમ 79 બગની આ સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું અને પબ્લિકથી પણ પાસવર્ડ બદલવાની અપીલ કરવામાં આવી. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે ટ્વિટરમાં આ રીતની સમસ્યા આવી હોય. ટ્વટિરમાં આ પહેલા પણ આ રીતની અનેક ખામીઓ નજરે પડી છે. ગત વર્ષે પણ એક મામલે ટ્વિટરે તેના તમામ યુઝર્સને પોતાનો પાસવર્ડ બદલવાની અપીલ કરી હતી. કારણ કે કંપનીને ખબર પડી કે એક બગ ઇન્ટર્નલ સિસ્ટમમાં પાસવર્ડ સેવ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here