તમારી વધુ પડતું બીયર પીવાની આદત, તમારા પિતા બનવાના સપનાને તોડી શકે છે

0
19

પુરુષોના પિતા બનવાના સપના પર બીયર પાણી ફેરવી શકે છે. એક હાલના સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે, બીયર પુરુષના પિતા બનવાની ક્ષમતાને 50 ટકા સુધી ઓછી કરી શકે છે. બીયર પીવાથી પુરુષોના પેટનો આકાર મોટો થતો જાય છે અને તેને કારણે તેમની પ્રજનન ક્ષમતામાં ઘટાડો આવી રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલી એક શોધ અનુસાર, પુરુષોના પેટ પર ચઢી રહેલી દરેક બે ઈંચની વધારાની ચરબીથી પિતા બનવાની ક્ષમતામાં 10 ટકાનો ઘટાડો આવે છે. તેમજ એક માટલાના આકારના પેટને ખૂબ જ ખતરનાક ગણાવવામાં આવ્યું છે.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, ચરબી એક રસાયણનું ઉત્પાદન કરે છે, જે ટેસ્ટોસ્ટેરોનને મહિલા સેક્સ હોર્મોન એસ્ટ્રોજનમાં બદલી દે છે. કેર ફર્ટિલિટી ક્લીનિકના પ્રોફેસર ચાર્લ્સ કિંગ્સલેન્ડે કહ્યું, જેમના પેટનો આકાર ગોળ માટલા જેવો છે, તેમણે સાવધાન થઈ જવું જોઈએ. અમેરિકી ડૉક્ટરોએ 180 પુરુષો અને મહિલાઓ પર IVF ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા અધ્યયન કર્યું. ડૉક્ટરોએ કહ્યું કે, IVF દરમિયાન પુરુષોના પેટ પર બે ઈંચ વધારાની ચરબી વધવાથી મહિલાઓને બાળક થવાની સંભાવનામાં નવ ટકાનો ઘટાડો આવ્યો.

આ અંગે પ્રમુખ શોધકર્તા ડૉક્ટર જ્યોર્જ ચાવારોએ કહ્યું કે, પેટ પર જામેલી ચરબી શરીરના કોઈ અન્ય અંગમાં જામેલી ચરબીની સરખામણીમાં વધુ ખતરનાક રસાયણ બનાવે છે. તેમણે કહ્યું, 32 ઈંચની કમરવાળા પુરુષોની સરખામણીમાં 40 ઈંચની કમરવાળા પુરુષોના પિતા બનવાની સંભાવના 33 ટકા સુધી ઓછી હોય છે.

તેમણે કહ્યું કે, માત્ર મહિલાઓએ જ નહીં પરંતુ ગર્ભાવસ્થા માટે પુરુષોએ પણ તૈયાર થવું પડશે. આ શોધના પરિણામો પરથી જાણવા મળ્યું છે કે, બાળકના જન્મમાં માત્ર મહિલાઓની જ જવાબદારી નથી હોતી, પરંતુ પુરુષોની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. પુરુષોમાં વધતી મેદસ્વિતાને કારણે તેમના શુક્રાણુ બનવાની ક્ષમતા પ્રભાવિત થઈ રહી છે અને તેને કારણે તેમની પ્રજનની ક્ષમતામાં ઘટાડો આવી રહ્યો છે. આથી, જ તમે પિતા બનવા અંગે વિચાર કરી રહ્યા હો તો આજથી જ બીયર પીવાનું બંધ કરી દો અથવા ઓછું કરી દો, જેથી તમારી શુક્રાણુની ક્વોલિટીને સુધારી શકાય અને તમારી પિતા બનવાની ઈચ્છાને પૂર્ણ કરી એક હેલ્ધી બાળકને જન્મ આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here