ગરમી માં નહીં ખરાબ થાય તમારું જમવાનું, રાખવું પડશે આ વાતનું ખાસ ધ્યાન

0
0

ગરમી આવતાની સાથે જ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તેમજ સ્કિનને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે. ત્યારે ભોજન પણ ખરાબ થઇ જાય છે. ખાવાનું તો રોજ દરેક ઘરમાં બનાવવામાં આવે છે પરંતુ તે ક્યારેક વધારે પ્રમાણમાં બની જાય છે. એવામાં આ વાત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે. ગરમીમાં ખાવાનું ખરાબ થવાની ખૂબ સંભાવના રહે છે અને તેને ખરાબ થવાથી અટકાવવા માટે અનેક ઉપાય પણ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે કેટલીક સહેલી ટિપ્સ લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ગરમીમાં પણ ભોજનને ખરાબ થતું અટકાવી શકશો.

રાખો આ વાતનું ધ્યાન અને અજમાવો આ ટિપ્સ

ખાવાનું બનાવ્યાના 2 કલાકની અંદર ખાવાનું ખાઇ લેવું જોઇએ.

ગરમીમાં ખાવાનું વધારે સમય બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જે ખાવાનાને ખરાબ કરવા લાગે છે.

ખાવાનું બચી જવા પર તેને તરત જ ફ્રીઝમાં મૂકી દેવાથી પણ તે સારુ રહે છે.

જો તમારી પાસે ફ્રીઝ નથી તો એક વાસણમાં પાણી ઉમેરીને તેની ઉપર ખાવાનું જેમા હોય તે મૂકી દો.

બાળક માટે હંમેશા તાજુ ખાવાનું જ બનાવવું જોઇએ.

વધેલું ખાવાનું જૂના વાસણમાંથી નીકાળીને હંમેશા નવા વાસણમાં રાખો.

જરૂરિયાતથી વધારે ગરમ ખાવાનું પણ ફ્રીઝમાં ન રાખવું જોઇએ. તેને ઠંડુ કરીને ફ્રીઝમાં રાખો.

એક દિવસથી વધારે જુનું ભોજન બિલકુલ પણ ન રાખો.

વધેલા ખાવાનાને ફ્રેશ બનેલી વસ્તુઓથી સાથે મિક્સ કરીને ન ખાઓ.

ખાવાનાને વારંવાર ગરમી પણ ન કરો. તેનાથી ભોજનનું પોષણ ઓછું થઇ જાય છે.

આ ખતરનાક બીમારીઓના દુશ્મન છે કાચા કેળા, કરો તેનું ખાસ સેવન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here