રામપરાના વ્યક્તિ પર ગામના જ શખ્સે યુવતીઓને મોબાઇલમાં મેસેજ કરવા મામલે ધારિયુ મારી ઈજા પહોંચાડી હતી. બનાવ સંદર્ભે એક શખ્સ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણના રામપરા ગામે રહેતો યુવક પરવેજ અહેમદભાઈ મુલતાની બાઈક લઈને રામપરાથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો. તે દરમિયાન ગામમાં જ રહેતા શખ્સ ધર્મેશ ઉર્ફે ધમો રણછોડભાઈ મોરીએ રામપરા-ખોલડીયાદ વચ્ચે યુવકને ઉભો રાખી યુવતીઓને મોબાઈલમાંથી કેમ મેસેજ કરે છે તેમ જણાવી બોલાચાલી કરી હતી અને ધારીયા વડે માર મારી પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે પરવેઝભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.