દહેગામ : મેશ્વો નદી મા ઉતરીને સામે કીનારે જતા યુવક નું ડૂબી જવા થી મોત

0
0

દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામનો એક યુવાન મેશ્વો નદીમા ઉતરીને સામે પારે જતા મેશ્વો નદીમા વધારે પાણી હોવાથી તે એક ખાડાની અંદર ડુબી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મુવાડા ગામે આવેલી મેશ્વો નદીમા બે બાળકો તણાઈ જતા તેમનુ મોત થવા પામ્યુ હતુ તેની હજી શાહી સુકાઈ નથી ત્યા જ ફરી આજે સવારે  કલ્યાણજીના મુવાડા પાસે આવેલી મેશ્વો નદીમા એક યુવાન ડુબી જતા તેનુ મોત થવા પામ્યુ છે. તે અંગેની વિગતવાર માહિતી એવી છે કે  ગઈ કાલે બપોરના સમયે મેશ્વો નદીમા ભરપુર પાણી આવ્યુ હતુ. આ ગામના રહેવાશી પોપટસિંહ રામસિંહ ઠાકોર પાડો સામે કીનારે બાંધીને આવ્યો હતો અને પાડો રાખીને પોતાનુ જીવન નીર્વાહ ચલાવતો હતો.

 

તેવા સમયે કલ્યાણજીના મુવાડાથી ખાખરા જતા મેશ્વો નદી આવેલી હોવાથી અને આજે સવારે ૬:૩૦ વાગે ઘરેથી પાડા માટે પાલો લેવા જાઉ છુ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો તેવા સમયે મેશ્વો નદી પાર કરતા બરોબર વચ્ચે જતા આ નદીમા આ વ્યક્તિ ડુબતા બુમરાણ મચાવતા આટલા પાણીમા તેને બચાવવા કોણ પડે તેમ છતા લોકોએ તેને જોતા આ નદીમાંથી તેને બહાર કાઢવા જતા તેનુ મોત થવા પામ્યુ હતુ. આમ આજે સવારે મેશ્વો નદી ઉપર આ ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો આ બનાવ જોવા માટે મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.

બાઈટ : નટવરસિંહ પી. ઝાલા, સ્થાનિક રહીશ

 

  • કલ્યાણજીના મુવાડાનો પોપટજી પાડો રાખીને પોતાનુ જીવન નીર્વાહ ચલાવતો હતો
  • ગઈ કાલે સાંજે મેશ્વો નદીને સામે કીનારે પાડો બાંધીને આવ્યો હતો તે પાડો લેવા નદી ઓળંગતા નદીમા ડુબી જવા પામ્યો હતો
  • આજે સવારે ૭ વાગે મેશ્વો નદીના કીનારે આ ગોજારી ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો દોડતા મેશ્વો નદી કીનારે ઉમટી પડ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here