અમદાવાદ : બોપલની સ્ટર્લિંગ સિટી રોડ પર યુવકની હત્યા, મોડીરાત્રે કહ્યાં વગર ઘરેથી નીકળ્યો હતો

0
17

અમદાવાદ: બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સિટીના રોડ પરથી આજે વહેલી સવારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૃતક યુવક મોડીરાત્રે ઘરેથી નીકળ્યો હતો. બાદમાં આજે વહેલી સવારે તેની લાશ રોડ પરથી મળી આવી હતી. મૃતકનું વાહન લાશથી એક કિલોમીટર દૂર મળી આવ્યું છે. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકના પગ અને માથાના ભાગે ઈજાના નિશાન

બોપલની સ્ટર્લિંગ સિટીમાં મામા સાથે રહેતો અને અદ્વેત હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો મયંકગિરિ ગોસ્વામી નામનો 22 વર્ષનો યુવક કહ્યાં વગર એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો. આજે વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે મયંકગિરિની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મયંકગિરિને રાત્રે સ્ટર્લિંગ સિટીના રોડ પર દોડતો એક સિક્યોરિટી ગાર્ડે જોયો હતો. પરંતુ કોઈ દારૂ પીધેલો શખ્સ હોવાનું માનીને તેણે પોલીસને જાણ કરી ન હતી. મૃતક મયંકગિરિના પગ અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે.

હત્યાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે: પોલીસ

પોલીસના જણાવ્યા મુજબ મયંકગિરિને કોઈ વ્યક્તિઓ સાથે મારામારી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. બોપલ વિસ્તારમાં જ રાત્રે મારામારી થઈ હોવાનો એક બનાવ પણ સામે આવ્યો છે. જે લાશ મળવાના સ્થળથી નજીક જ આવેલું છે જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here