Tuesday, March 18, 2025
HomeઅમદાવાદAHMEDABAD : પોલીસને તલવાર વડે ધમકાવતો- હપ્તા વસૂલીનો યુવક પકડાયો

AHMEDABAD : પોલીસને તલવાર વડે ધમકાવતો- હપ્તા વસૂલીનો યુવક પકડાયો

- Advertisement -

 રાજ્યમાં અવાર-નવાર બુટલેગરો અને અસામાજિક તત્ત્વો દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. હાથમાં તલવાર સાથે ધમકાવતો યુવક આ વીડિયોમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો. જોકે મામલો ધ્યાને આવતા જ એરપોર્ટ પોલીસે આરોપી વિમલ ચુનારાની ધરપકડ કરી લીધી છે. વિપુલ ચુનારા વાલ્મિકી આવાસ યોજના નોબલનગરમાં રહે છે. પોલીસે તલવાર સાથે આરોપીને પકડી પાડી જેલહવાલે કરી દીધો છે.

મળતી માહિતી અનુસાર હાલમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ ચોકીની બહાર ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં વિપુલ ચુનારા અને એક સગીરવયનો બાળક જોવા મળે છે. વિપુલના હાથમાં તલવાર છે, જ્યારે બાળકના હાથમાં છરી જોવા મળી રહી છે. આ વીડિયો દ્વારા પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવી રહ્યો હતો. અસામાજિક તત્ત્વોને હવે પોલીસનો જાણે કોઈ ડર ના રહ્યો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું હતું.

વાઇરલ વીડિયોમાં જાહેરમાં પોલીસ સ્ટેશન સામે રૌફ જમાવતો વિપુલ પોલીસને ધમકી આપતાં કહે છે કે ‘જો હપ્તા ઉઘરાવવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે’. આ પ્રકારના વીડિયોથી સ્પષ્ટ થાય છે કે લોકોની સુરક્ષાનું વચન આપતી પોલીસ ખુદ અસુરક્ષિત છે. મહત્ત્વની વાત એ છે કે પોલીસ સ્ટેશનની  સામે જ આ વીડિયો બની રહ્યો હતો ત્યારે પોલીસ ક્યાં હતી. શું આ યુવક વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? એવા અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને પોલીસ ડર રહ્યો જ નથી. રીલ્સ અને ભયના ફેલાવવાના ચક્કરમાં આવા અનેક વીડિયો અવાર-નવાર સામે આવે છે. પોલીસ દ્વારા પણ આવા લોકોને પાઠ ભણાવવામાં આવે છે અને વરઘોડા કાઢવામાં આવે છે. તેમ છતાં આ સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular