Sunday, March 16, 2025
HomeગુજરાતGUJARAT: ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરી માર માર્યો

GUJARAT: ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરી માર માર્યો

- Advertisement -

૫૦ હજારની ઉઘરાણી માટે યુવકને બળજબરીથી બાઇક પર બેસાડી આરોપીઓ અપહરણ કરીને લઇ ગયા હતા. યુવકને માર મારી તેનો મોબાઇલ ઝૂંટવી આરોપીઓ ભાગી ગયા હતા.

આજવા રોડ સયાજી ટાઉનશિપમાં રહેતો કાનજી પર્વતસિંહ રાજપૂત ધો.૧૨ માં નાપાસ થયા  પછી બેઝિક પ્લસ ટેલિનો કોમ્પ્યુટરનો કોર્સ કરે છે. તેણે કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાતે સાડા આઠ વાગ્યે હું જમી પરવારીને આજવા ચોકડી રજવાડી હોટલ ગયો હતો. ત્યારે કરણ રાજપૂત, તેનો મિત્ર નિર્મલ ભૈરવસિંહ રાજપૂત પણ હતા. ત્યારબાદ નિર્મલ ગુમાનસિંહ શેખાવત  પણ તેની બાઇક લઇને આવ્યો હતો. અમે ચા પીતા હતા. તે દરમિયાન રાતે સાડા નવ વાગ્યે કરણ રાજપૂતનો મિત્ર રાહુલ ખટીક તેની કારમાં ચાર લોકોને બેસાડીને આવ્યો હતો. રાહુલ ખટીકે કરણ રાજપૂતને કહ્યું કે, તારો ભાઇ શક્તિ ક્યાં છે ? મારે તેની પાસેથી ૫૦ હજાર લેવાના છે. ફોન લગાવ. મારે હિસાબ લેવાનો છે. કરણે કહ્યું કે, શક્તિ રાજસ્થાન છે. કરણ અને તેના મિત્રો ડરના કારણે ભાગ્યા હતા. હું એકલો હોઇ રાહુલની સાથે આવેલા બે આરોપીઓએ મને બાઇક પર વચ્ચે બેસાડી બળજબરીથી આજવા બ્રિજ, ગોલ્ડન ચોકડી, તરફ લઇ ગયા હતા. તેઓએ મને માર મારી મારો ફોન ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ તેઓ બાઇક લઇને ભાગી ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular