જૂનાગઢના આઠ યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી મધુરમમાં આવેલી કન્સલટન્સીના સંચાલકે 5-5 લાખ રૂપિયા લીધા હતા અને બેંગ્લોરથી ફલાઇટ હોવાનું કહેવાતાં નોકરીવાંચ્છુઓ ત્યાં ગયા હતા. ત્યાંના એરપોર્ટ પર ફલાઇટ ટિકિટ અને વિઝા ફેંક હોવાનું ખુલતા આ યુવાનો પરત આવ્યા હતા. દરમિયાન કન્સલટન્સી એજન્સી ખાતે તાળાં લાગા ગયેલા જણાયા હતા. આ યુવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે આ દિશામાં તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી એક કન્સલટન્સી દ્વારા યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપવામાં આવી હતી, જેના આધારે સુમિત મેવાડા, ભૂમિત ગોહેલ સહિત આઠ યુવાનોને યુરોપમાં નોકરી આપવા તથા ત્યાંની ટિકિટ તેમજ વિઝા કરી આપવા કહી પ-પ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી ન હતી. થોડા સમય પહેલા આ યુવાનોને વિદેશમાં મોકલવા માટે ઓફર લેટર ઉપરાંત મુંબઈથી બેંગ્લોર, ત્યાંથી મલેશીયા અને ત્યાંથી અલ્બેનીયાની ફ્લાઈ ટિકિટ આપવામાં આવી હતી.