Tuesday, December 7, 2021
HomeYoutube પર આવા વીડિયો સૌથી વધારે જોવામાં આવ્યા
Array

Youtube પર આવા વીડિયો સૌથી વધારે જોવામાં આવ્યા

બોલીવુડમાં જે રીતે બોક્સ ઓફિસ પર થયેલી કમાણીના આધારે ફિલ્મને સફળ માનવામાં આવે છે તે જ રીતે ફિલ્મના ગીતને ત્યારે જ હિટ માનવામાં આવે છે જ્યારે તે યુટ્યુબ પર વઘુ વખત જોવામાં આવે. આજે અમે વાત કરી રહ્યા છીએ ટોપ-6 હિન્દી ગીતોની, જેને યુટ્યુબ પર સૌથી વઘુ જોવામાં આવ્યા છે.

સ્વેગ સે સ્વાગત (ટાઈગર ઝીંદા હે)

સલમાન ખાનની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ ટાઈગર ઝીંદા હે નું ગીત ‘સ્વેગ સે કરેગે સબ કા સ્વાગત’ યુટ્યુબ પર સૌથી વધુ જોવામાં આવેલું ભારતીય ગીત છે. આ ગીત વિશાલ દદલાની અને ભસીને ગાયું હતું. યુટ્યુબ પર આ ગીત 680 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને 2500000 લોકો લાઈક કરી ચુક્યા છે.

કાલા ચશ્મા (બાર બાર દેખો)

ફિલ્મ બાર બાર દેખોનું ગીત કાલા ચશ્મા યુટ્યુબ પર બીજુ સૌથી વધુ વખત જોવામાં આવેલું હિન્દી ગીત છે. આ ગીતમાં કેટરીના કેફ, સિદ્ધાર્થ મલ્હોત્રાએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. યુટ્યુબ પર આ ગીતને 503 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને 13 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે.

નશે સી ચઢ ગઈ (બેફિક્રે)

ફિલ્મ બેફિક્રેનું ગીત નશે સી ચઢ ગઈ ખૂબ વધુ ફેમસ થયુ હતુ. આ ગીતને અરિજીત સિંહે ગાયુ છે. ગીતમાં રણવીર સિંહ અને વાણી કપૂરનો જોરદાર ડાન્સ જોવા મળ્યો. યુટ્યુબ પર આ ગીતને 500 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને 10 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે.

બદ્રી કી દુલ્હનિયા (ટાઈટલ ટ્રેક)

વરૂણ ધવન અને આલિયા ભટ્ટની સુપરહિટ ફિલ્મ બદ્રી કી દુલ્હનિયાનું ટાઈટલ ટ્રેક પણ ખૂબ ફેમસ ગીત છે. યુટ્યુબ પર આ ગીતને 496 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને 11 લાખ લોકો લાઈક પણ કરી ચુક્યા છે.

દિલ દિયા ગલ્લા (ટાઈગર ઝીંદા હે)

ટોપ ફાઈવમાં સલમાન ખાનનું ગીત દિલ દિયા ગલ્લાનો પણ શામાવેશ થાય છે. આતિફ અસલમના આ ગીતને લોકો હજુ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં સલામાન ખાન અને કેટરિના કેફની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. યુટ્યુબ પર આ ગીતને 452 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત 21 લાખ લોકો તેને લાઈક પણ કર્યું છે.

પ્રેમ રતન ધન પાયો (ટાઈટલ ટ્રેક)

યુટ્યુબ પર સલમાન ખાનનું ટોપ 6માં આ ત્રીજુ ગીત છે. તહેવારો પર સલમાન ખાનની આ ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ગીત ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. યુટ્યુબ પર આ ગીતને 400 મીલિયન વખત જોઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 લાખ લોકો તેને લાઈક પણ કર્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments