ન સુધરે એ યુઝવેન્દ્ર ચહલ! યુવરાજ સિંહ સાથે ટ્વીટર પર જબરી જમાવી જંગ, કહ્યું- ભારત પાછો આવી જાઉં?

0
0

રવિવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે શાનદાર મેચ ચાલી રહી હતીસ બરાબર તે જ સમયે ટ્વીટર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને હંમેશા પોતાની મજાકને કારણે ચર્ચામાં રહેતાં યુઝવેન્દ્ર ચહલ વચ્ચે પણ એક મજેદાર જંગ ચાલી હતી.

રવિવારે IPL 2020નો સૌથી રોમાંચક મુકાબલો જોવા મળ્યો. બંને ટીમો વચ્ચે ટાઈ બાદ સુપર ઓવર થઈ અને તે પણ ટાઈ થતાં બીજી સુપર ઓવર રમાઈ હતી. આ અદભૂત મેચમાં ક્રિકેટજગતનાં ખેલાડીઓ સાથે ફેન્સને પણ મજા પડી ગઈ હતી. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ જે IPLમાં બંને ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યો છે, તે નિકોલસ પુરનની બેટિંગ જોઈને હેરાન થઈ ગયો. અને ટ્વીટર પર તેણે પુરનના વખાણ પણ કર્યા હતા.

યુવરાજે ટ્વીટ કરીને લખ્યું કે, એવું લાગે છે કે, આજે મેચ નિકોલસ પૂરનનાં નામે હશે. તેનું બેટ ફ્લો ખુબસૂરત છે. તેને બેટિંગ કરતાં જોવો શાનદાર છે. તે મને કોઈકની યાદ અપાવે છે. મારું અનુમાન છે કે, પંજાબ પ્લેઓફમાં રમશે અને ફાઈનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ કે દિલ્હી કેપિટલ્સ સાથે થશે.

બસ પછી તો શું હતું, યુવરાજની આ ટ્વીટ પર બધાની મજા લેતાં ચહલની નજર પડી અને અહીં પણ યુવરાજ સાથે તેને મસ્તી કરવાનું સૂઝ્યુ અને તેણે પણ એક મજેદાર ટ્વીટ કરી દીધી અને લખ્યું કે, ભૈયા હું ભારત પાછો આવી જાઉં. બસ પછી તો શું હતું, આ મજાકનો યુવરાજે પમ મજેદાર જવાબ આપ્યો અને બંને વચ્ચેની આ મીઠી લડાઈની મજા ટ્વીટરવાસીઓને પડી ગઈ હતી.

યુઝવેન્દ્ર ચહલ IPLમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. બેંગ્લોરની ટીમ 9 મેચોમાં 6 જીત સાથે ત્રીજા સ્થાને છે. તો પંજાબ 3 જીત અને 6 અંકો સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. અને યુવરાજે પંજાબ પ્લે ઓફમાં જશે તેવી વાત કરતાં જ ચહલે આ મજેદાર કોમેન્ટ કરી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here