દહેગામ તાલુકાના ઝાક ગામેથી ઈંગલીશ દારૂ પકડાયો

0
97

દહેગામ તાલુકાના ઝાક ગામેથી બીયરની બોટલ નંગ ૪૮ અને રીક્ષા સાથે પોલીસે રૂપીયા ૧.૦૫.૩૦૦ નો મુદ્દામાલ પકડ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ ઝાક ગામે પોલીસ પેટ્રોલીંગના હતી ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝાક વહેલાલ રોડ ઉપર એક સીએનજી રીક્ષા  દારૂ ભરીને પસાર થવાની છે. તેથી પોલીસ ઘટના સ્થળે જઈને ઉભી હતી તેવા સમયે બાતમી હકીકત વાળી રીક્ષા પસાર થતા આ રીક્ષાને પોલીસે ઉભી રખાવી અને આ રીક્ષાની તપાસ કરતા અંદરથી પરપ્રાંતીય બીયરની બોટલ નંગ ૪૮ મળી આવી હતી અને તેની કીમત ૪૮૦૦ થવા પામી હતી અને સંદીપ ગોવીંદભાઈ મીસ્ત્રી અને ઈસમ રમેશજી કાળાજીની ધરપકડ કરી પોલીસે ઈંગલીશ દારૂની બોટલો, મોબાઈલ ફોન, રીક્ષા સહીતની કીમત રૂપીયા ૧.૦૫.૩૦૦ નો મુદ્દામાલ પકડી કાયદેસરની ઘટની કાનુની કાર્યવાહી કરી છે.

 

  • ઝાક વહેલાલ રોડ ઉપરથી પસાર થતી રીક્ષાને રોકીને તેમાંથી રીક્ષાની સીટની અંદર બનાવેલ ગુપ્ત ખાનામા બીયરની બોટલો ભરી હતી
  • પ્રથમ નજરે તો પોલીસને ઈંગલીશ દારૂ દેખાયો ન હતો પરંતુ ગુપ્ત ખાનુ જોઈ જતા તેમાંથી બોટલો પકડાઈ

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here