લાખણી : કોમી એકતાનું પ્રતિક જાકીરભાઇ મેમણ દ્વારા મુખ્યમંત્રીના ફંડ માં ૨૧૦૦૦/- ની સહાય

0
23

વહેલી સવારથી ધબકતા ગ્રામ્ય જીવનમાં નોવેલ કોરોના વાયરસની બીમારી અંગેનો ભય કે જાગૃતિ હોય તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃતતા હોટલ પરિવાર લોકોને અમલવારી કરી રહ્યા છે.

નોવેલ કારોના વાયરસના કારણે સમગ્ર દેશમાં ૨૪ મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લાખણી તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ લોક ડાઉન અંગેની વિસ્તૃત રીતે સમજ આપી ગામના સરપંચ, તલાટી અને અન્ય અગ્નણીઓના સાથ અને સહકાર થી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.  કોરોના વાયરસને લીધે અત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં દરેક લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે લાખણીના ઝાકીરભાઇ મેમણ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં લાખણી મામલતદાર ડી.સી પરમાર ને ૨૧૦૦૦ નો ચેક આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

૧૯૬૦ માં કાંકરેજ તાલુકાના થરા ગામેથી ધંધાર્થે લાખણી આવી વસેલા રસુલકાકા હોટલવાળા ના હુલામણા નામે પ્રખ્યાત થયા હતા.  એમની સેવાઓ જેવી કે ૨૪ કલાક હોટલ ખુલ્લી રાખવી, દવાખાનાના કામ માટે અડધી રાત્રે ગાડીની સેવા આપવી, દવાખાના માટે અડધી રાત્રે જરૂર પડે પણ લોકોને પૈસા આપી મદદ કરતા.  આજુબાજુ ગામના લોકોને કોઈ પણ કામ પડે તો રસુલકાકા હંમેશા સેવા માટે હાજર રહેતા. રસુલ કાકાના મોટા પુત્ર મોહમ્મદભાઈ પણ આ સેવાને ચાલુ રાખી હતી. અને હાલમાં આખો પરિવાર સેવાનું કામ કરી રહ્યો છે.

રસુલકાકા ના ત્રીજા નંબરના પુત્ર ગફારભાઇએ લાખણી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે ૫૧ એ વખત બ્લડ ડોનેટ કર્યું હતું. અને રસુલકાકાના ચોથા નંબરના પુત્ર જાકીરભાઇ દ્વારા ‍૧૬ વખત બ્લડ ડોનેટ કર્યું હતું. ઝાકીરભાઇ અત્યારે હાલ લાખણી ગ્રામ પંચાયતના સભ્ય છે. ઝાકીરભાઇ હંમેશા સેવાકીય કાર્યક્રમમાં તૈયાર હોય છે. જેવા કે ગાય અને ચારા માટે, લાખણી માં આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં નવરાત્રી માટે પણ હંમેશા તૈયાર હોય છે, માતાજીની વર્ષગાંઠ  નિમિત્તે પણ પોતાનો યોગ્ય ફાળો આપે છે. જૈનોના પણ દરેક કાર્યક્રમમાં ઝાકીરભાઇ અચૂક હાજરી આપે છે.  તેમજ બકરી જેવા તહેવાર પણ અહિંસા પૂર્વક મનાવવામાં આવે છે. આ દરેક ધાર્મિક કાર્યક્રમો લાખણી આમ જનતા સાથે મળીને હર્ષભેર ઉજવવામાં આવે છે.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here