એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ ખાંડને બદલે તેના અન્ય વિકલ્પ એટલે કે ઝીરો કેલરીવાળા સ્વીટનરનું સેવન કરવું જોઇએ. આ શુગરનો સારો વિકલ્પ માનવામાં આવે છે અને તે બ્લડ શુગર કન્ટ્રોલ કરવાની સાથે દાંત ખરાબ થતા પણ અટકાવે છે. પરંતુ શું તે ખરેખર હેલ્ધી છે? આ વાત જાણવા માટે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતા ઉંદરોને સક્રોઝ (શેરડી અથવા બીટમાંથી બનાવેલી ખાંડ) અને એસીસલ્ફેમ પોટેશિયમ આપવામાં આવ્યું. જે સોડા, સ્પોર્ટ્સ સપ્લિમેન્ટ્સ અને અન્ય સ્વીટ પ્રોડક્ટ્સમાં જોવા મળે છે. પરીક્ષણ કર્યાં બાદ જાણવા મળ્યું કે આ ઉંદરોથી જન્મેલા બાળકોમાં મેટાબોલિઝમ અને બેક્ટેરિયા સંબંધિત ઘણા ફેરફારો થયા હતા અને આ ફેરફારો હાનિકારક હતા.
ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયલોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, જો નેચરલ સ્વીટરને નિયંત્રિત જથ્થામાં લેવામાં આવે તો તે કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. અભ્યાસના સીનિયર લેખક ડો. જ્હોન હેનોરના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે નિયંત્રિત જથ્થામાં બિન પોષક સ્વીટનર્સ આરોગવા સલામત માનવામાં આવે છે. પરંતુ સ્વીટનર્સ બ્રેસ્ટ મિલ્ક અને પ્લેસેન્ટા મારફતે શિશુમાં પણ પ્રવેશ કરે છે. તેથી આ અભ્યાસ સગર્ભા અને સ્તનપાન કરાવતા ઉંદરો પર કરવામાં આવ્યો જેથી, તે જોઇ શકાય કે શું બાળકોમાં પણ એ જ બદલાવ જોવા મળે છે જેવો માતામાં થાય છે? ઉંદરના તાજા જન્મેલાં બાળકોના જ્યારે બ્લડ, મળ અને યૂરિનનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સ્વીટનર્સ પ્રિનેટલ રીતે પણ પ્રવેશ કરી શકે છે અને તે જન્મેલાં બાળકોનાં મેટાબોલિઝમને પણ અસર કરે છે.
આ આધારે એવું તારણ નીકળ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં નિયંત્રણ રાખવું જોઇએ. પરંતુ સક્રોઝનું સેવન ક્યારેય ન કરવું જોઇએ. પરંતુ લોકો સ્વીટનર્સનું કેટલા પ્રમાણમાં સેવન કરી શકે એ જાણવું અઘરું છે કારણ કે, આજકાલ તો ટૂથપેસ્ટથી લઇને કોલ્ડ ડ્રિંક અને દવાઓ સુધી તમામ વસ્તુમાં સ્વીટનર્સનો ઉપયોગ થવા લાગ્યો છે.