FDAએ ઝિકા વાયરસ સાથે જોડાયેલા ટેસ્ટને મંજૂરી આપી, 12 અઠવાડિયાંની અંદર જ ચેપની જાણકારી મળશે

0
16

હેલ્થ ડેસ્ક. ઝિકા (ZIKA) વાયરસનું નિદાન કરવા માટે અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા વિકસિત કરવામાં આવેલા ટેસ્ટને ફૂ઼ડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 12 સપ્તાહની અંદર જ ખબર પડી જાય છે કે વ્યક્તિના લેવામાં આવેલાં સિરમ સેમ્પલ ઝિકાથી ચેપગ્રસ્ત છે કે નહીં.

આ ટેસ્ટ વ્યક્તિને ઝિકા પોઝિટિવ સાબિત કરવા માટે એકમાત્ર માધ્યમ નથી. એફડીએ દ્વારા સલાહ આપાઈ છે કે, તેનો ઉપયોગ ફક્ત તેમના પર જ કરો જેમને તાજેતરમાં ચેપ લાગ્યો છે અને જેઓ ઝિકા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા હતા. ઝિકાની પુષ્ટિ ટેસ્ટની સાથે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ગાઈડલાઈન્સના આધાર પર કરવામાં આવેલી વાત એફડીએ દ્વારા કરવામાં આવી છે.

ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક છે ઝિકા

જો કોઈ ગર્ભવતી મહિલાને ઝિકા વાયરસ પોતાની ઝપેટમાં લઈ લે તો ગર્ભમાં ઊછરી રહેલા બાળકના મગજને ગંભીર નુકસાન પહોંચે છે. જ્યારે ઝિકાની ઝપેટમાં આવે છે ત્યારે તાવ, માથામાં દુખાવો અને શરીરમાં દુખાવો જેવાં લક્ષણો વ્યક્તિમાં જોવા મળે છે. જે સગર્ભા સ્ત્રીઓમાં આ લક્ષણો જણાતાં હોય તેમના પર આ તાજેતરમાં જ શોધાયેલો ટેસ્ટ કરવાથી તેમનામાં ઝિકા વાઈરસની હાજરી વિશે વહેલી તકે જાણી શકાય છે.

આ ટેસ્ટની શોધ કરવા માટે તૈયાર કરવામાં આવેલી ટેકનિકના કો-ઈન્વેન્ટર ડોક્ટર માઈકલ એસ. ડાયમંડના જણાવ્યા અનુસાર, ‘જે ગર્ભવતી સ્ત્રીઓ ઝિકાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતી હોય કે તેની મુલાકાતે ગઈ હોય તો તેમને પોતાને આ ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવું જરૂરી બની રહે છે. આ અને બીજો એક ટેસ્ટ છે જિનેટિક મટિરિયલમાં થયેલા ફેરફાર પરથી શરૂઆતના તબક્કામાં જ ઝિકા વાઈરસના ચેપની હાજરી પારખી લે છે. તેની મદદથી શક્ય તેટલી વહેલી સારવારમાં મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here