Monday, December 5, 2022
Homeગુજરાતમોરબી : જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ

મોરબી : જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ

- Advertisement -

જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ
ધ્રાંગધ્રાના ઉમેદવારને સીધા બનાવી દીધા PM
સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ મોરબી જીલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન વેગ પકડતું જાય છે. ત્યારે મોરબી જીલ્લાના ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં હળવદમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી, ધ્રાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગરના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના CM યોગી અદિત્યનાથે જાહેરસભા સંબોધવામાં આવી હતી. તેમના આગમન પૂર્વે રાજકીય આગેવાનો સભાને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા દ્વારા PMના નામમાં ગફલત મારવામાં આવી હતી. તેમણે જાહેરસભામાં ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવાને બદલે વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું બોલી જતા સ્થળ ઉપસ્થિત સર્વે લોકોના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું હતું અને લોકોમુખે ચર્ચાઈ રહ્યું હતું કે જિલ્લા પંચાયતના પ્રમુખને ભારતના વડાપ્રધાન કોણ તે પણ ખબર નથી. જેને લઇ જીલ્લા પંચાયતનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી રહ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular